હાથમાંથી જ્યારે કોઈ કિંમતી વસ્તુ પડી જાય કે પછી સરકીને તૂટી જાય ત્યારે લોકોને ખૂબ જ દુઃખ થતું હોય છે. પણ, જ્યારે કોઈ સામાન્ય વસ્તુ હાથમાંથી પડી જાય ત્યારે તેઓ તેના પ્રત્યે લક્ષ નથી આપતા. પણ, ઘણીવાર આવી સામાન્ય વસ્તુઓનું હાથમાંથી પડવું જ મોટી મુસીબતને આમંત્રણ આપી દે છે ! આજે અમારે એવી 5 સફેદ વસ્તુઓ વિશે વાત કરવી છે કે જેનું હાથમાંથી નીચે પડવું અત્યંત અ શુભ મનાય છે.
કહે છે કે આ વસ્તુઓના નીચે ઢોળાવાથી વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ જાય છે. ત્યારે આવો જાણીએ કે આ 5 સફેદ વસ્તુઓ કઈ છે ! અને તકેદારી રાખવા શા માટે જરૂરી છે ?
મીઠું
એક માન્યતા અનુસાર મીઠું તો ભૂલથી પણ ક્યારેય હાથમાંથી નીચે ન પડવા દેવું જોઈએ. કહે છે કે તેનાથી ઘરમાં આર્થિક તંગી આવે છે ! જો કોઇના હાથમાંથી મીઠું નીચે પડી જાય તો તેના જીવનમાં પરેશાનીઓ આવવાની શરૂઆત થઇ જાય છે. એટલું જ નહીં, ગ્રહ પણ તેને પરેશાન કરે છે ! એ જ કારણ છે કે હાથમાંથી મીઠું પડવું અશુભ માનવામાં આવે છે. વળી, કેટલાંક લોકો તો મીઠાના પડવાને આયુષ્ય સાથે પણ જોડે છે !
દૂધ
દૂધ એ સફેદ વસ્તુઓમાંથી એક અત્યંત શુભ સામગ્રી માનવામાં આવે છે. માન્યતા અનુસાર દૂધનું હાથમાંથી નીચે પડવું સંતાનના જીવનમાં પરેશાની ઊભી કરી શકે છે ! અલબત્, જો ગેસ પર દૂધ પડે એટલે કે જો દૂધ ઊભરાઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે. એ જ કારણ છે કે નવા ઘરના વાસ્તુમાં જાણી જોઈને દૂધને ઉકાળીને ઊભરાવવામાં આવે છે. અથવા તો ખીર બનાવીને નીચે પાડવામાં આવે છે.
અક્ષત
ચોખાને અક્ષત કહેવામાં આવે છે. ચોખા એ સૌથી શુભ સામગ્રી મનાય છે. જેના વિના કોઈપણ પૂજા પરિપૂર્ણ નથી મનાતી. એક માન્યતા અનુસાર ચોખા હાથમાંથી પડતા જ કે ચોખા ભરેલ વાસણ હાથમાંથી છૂટતા જ વ્યક્તિને અશુભ સમાચારના સંકેત મળવા લાગે છે ! પરંતુ, જ્યારે નવવધુ ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેના પગ વડે અક્ષતનો કળશ ઢોળવામાં આવે છે. જો કે, કેટલાક વિદ્વાનો આ પ્રથાને ખોટી જણાવે છે. કારણ કે, ચોખા અન્ન છે અને આપણી પરંપરા પ્રમાણે અન્નને પગ લગાવવું એ સારી વાત માનવમાં નથી આવતી.
ખાંડ
ખાંડ ભગવાનને પ્રસાદમાં અર્પણ કરવામાં આવે છે. કહે છે કે તે નીચે પડવાથી વ્યક્તિને અપ્રિય સમાચાર મળવાની શક્યતા રહે છે !
નારિયેળ
નારિયેળનો અંદરનો ભાગ પણ સફેદ જ હોય છે અને નારિયેળનો ઉપયોગ આપણે પૂજામાં કરીએ છીએ. નારિયેળને આપણે શ્રીફળ કહીએ છીએ. એ જ કારણ છે કે જ્યારે નારિયેળ હાથમાંથી પડી જાય તો તે શુભ નથી મનાતું. માન્યતા અનુસાર તે વ્યક્તિની પ્રગતિમાં અવરોધ આવવાનો સંકેત આપે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)