Wednesday, March 19, 2025

આજે પીપળામાં પાણી અર્પણ કરતી વખતે કરો આ એક ઉપાય, જીવનભર તમને કોઈ દુઃખ નહીં આવે.

હિંદુ ધર્મમાં ઝાડ-પાનને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ ખાસ દેવી-દેવતાઓની પૂજા અને તેમને પ્રસન્ન કરવા માટે તેમના પ્રિય ઝાડની પૂજા કરવામાં આવે છે. એવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારે શનિદેવની પૂજાની સાથે જો પીપળાના ઝાડ સાથે જોડાયેલા અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને દરેક કષ્ટોથી છુટકારો મળે છે અને વ્યક્તિને શનિદોષમાંથી મુક્તિ મળે છે.

વિષ્ણુ અને માતા લક્ષ્‍મીનો હોય છે વાસ
કહેવાય છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીનો વાસ હોય છે. તેના સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં પીપળાના ઝાડ સાથે સંબંધિત અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જેનાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ વ્યક્તિને શનિની મહાદશા અને સાડેસાતીમાંથી પણ છુટકારો મળે છે.

શનિવારના દિવસે કરો પીપળાના ઝાડની પૂજા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો. સંભવ હોય તો આ દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો.

પીપળામાં જળ અર્પિત કર્યા બાદ ફૂલ, જનેઉ અને કોઈ મિઠાઈનો ભાગ લગાવો. તેના બાદ દિવો, મંત્ર અને ધૂપ કરીને ઈષ્ટદેવને મંત્રનો જાપ કરો અને છેલ્લે વૃક્ષની પરિક્રમા કરો.

શનિવારે પીપળામાં ચડાવો આ વસ્તુ
શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે પીપળામાં જળ અર્પણ કરવા ઉપરાંત અમુક એવી વસ્તુઓનું ચડાવવું પણ ફાયદાકારક છે.

શનિવારના દિવસે લોટામાં જળમાં થોડુ દૂધ અને તલ મિક્ષ કરો અને પીપળાના મુળમાં અર્પિત કરો. તેની સાથે જ ओम नमों भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

પીપળાના ઝાડ સાથે જોડાયેલા અન્ય ઉપાય

  • શનિવારના દિવસે પીપળા સાથે સંબંધિત અમુક ઉપાય કરવાથી શનિ દોષ, શનિની સાડે સાતી, અને ઢૈય્યાથી મુક્તિ મળે છે.
  • જો તમે કષ્ટોમાંથી છુટકારો મેળવવા માંગો છો તો પીપળાના ઝાડની નીચે સ્વચ્છ માટીથી એક શિવલિંગ બનાવી લો. તેના બાદ વિધિ પૂર્વક પૂજા કરો અને તેને જલમાં પ્રવાહિત કરી દો. તેનાથી ભગવાન વિષ્ણુની સાથે શિવજીનો આશીર્વાદ મળશે.
  • કુંડળીમાં રહેલી શનિની સાડેસાતી, ઢૈય્યા કે શનિદોષથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી જળ અર્પિત કરો. ત્યાર બાદ સાત વખત પરિક્રમા કરો.
  • શનિ દોષથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડની નીચે શનિવારના દિવસે સરસવના તેલનો દિવો કરો. તેમાં થોડા તલ નાખવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles