fbpx
Sunday, October 27, 2024

વરુતિની એકાદશીએ ભૂલથી પણ આ કામ ન કરો, નહીં તો લક્ષ્મીનારાયણના પ્રકોપનો ભોગ બનવું પડશે

પંચાંગ અનુસાર દર મહિનામાં બે એકાદશી આવે છે. એક સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. ચૈત્ર માસમાં વદ પક્ષમાં આવતી એકાદશીને વરુથિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીનું વ્રત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા તો એવી છે કે આ વ્રત કરવાથી અને વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરવાથી વ્યક્તિને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે.

જો કે એકાદશીનું વ્રત કરવાના કેટલાક નિયમો પણ છે જેનું ખાસ પાલન કરવું જરૂરી છે. તેના સિવાય કેટલાક કાર્યો એવા છે જે આજના દિવસે ન કરવા જોઇએ. તો ચાલો જાણીએ આ દિવસે કયા કાર્યો કરવા અને કયા કાર્યો ન કરવા.

વરુથિની એકાદશીએ કયા કાર્યો કરવા

વરુથિની એકાદશીના દિવસે જગતના પાલનહાર શ્રીહરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્‍મીની પૂજા કરવી. તેનાથી આપના પર લક્ષ્‍મીનારાયણના અખૂટ આશીર્વાદ રહે છે.

આખા દિવસ દરમ્યાન ઇશ્વરનું ધ્યાન ધરવું તેમજ ભગવાનના ભજન કીર્તિનમાં સમય પસાર કરવો.

એકાદશી વ્રતના પારણાં બારસના દિવસે એટલે કે એકાદશીના બીજા દિવસે કરવામાં આવે છે. પારણાં કર્યા પહેલાં બ્રાહ્મણને અવશ્ય ભોજન કરાવવું.

એકાદશીના દિવસે દાન-પુણ્ય કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે એટલે એકાદશીની તિથિએ દાન કાર્ય અવશ્ય કરવું જોઇએ.

આજના દિવસે સાત્વિક વસ્તુઓનું સેવન કરવું, જેમાં ફળ-ફળાદિનો સમાવેશ થાય છે.

આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો ભોગ અવશ્ય અર્પણ કરવો. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. પરંતુ એકવાત ખાસ ધ્યાનમાં રાખવી કે એકાદશીએ તુલસીના છોડને નુકસાન ન પહોંચાડવું.

જો તમે એકાદશીનું વ્રત ન રાખ્યું હોય તો પણ તમારે આ દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઇએ.

વરુથિની એકાદશીએ કયા કાર્યો ન કરવા

આજના દિવસે માદક અને તામસી વસ્તુઓનું સેવન ન કરવું .

એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઇએ એટલે જો આ દિવસે તમે વ્રત ન પણ રાખ્યું હોય તો પણ ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઇએ.

આજના દિવસે ગુસ્સો કરવાથી બચવું જોઇએ. નહીં તો માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની નારાજગીનો સામનો કરવો પડશે.

કોઇને પણ અપશબ્દો ન બોલવા જોઇએ. આપની વાણીમાં વિવેક રાખવો જોઇએ.

આજના દિવસે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles