fbpx
Sunday, October 27, 2024

તુલસીની માળા તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરશે

ચૈત્રમાસના વદ પક્ષમાં આવનાર એકાદશીને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. વરુથિની એકાદશીનું વ્રત આજે રાખવામાં આવશે. આ એકાદશીને સમસ્ત પાપોનો નાશ કરનાર એકાદશી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે. વરુથિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે.

આ દિવસે કરવામાં આવેલ કેટલાક ઉપાયોથી ભગવાન વિષ્ણુની કૃપા અવિરત વરસતી રહે છે. તો ચાલો જાણીએ વરુથિની એકાદશીના દિવસે કરવામાં આવતા તુલસીના સરળ અને સચોટ ઉપાયો.

મુશ્કેલીમાંથી મુક્તિ અર્થે

વરુથિની એકાદશીએ ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જો આપ જીવનની સમસ્યાઓથી પરેશાન હોવ તો વરુથિની એકાદશીએ ભગવાન વિષ્ણુને તુલસીની માળા અર્પિત કરવી. ભગવાન વિષ્ણુને તુલસીની માળા અર્પિત કરવાથી આપને શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

સૌભાગ્ય પ્રાપ્તિ અર્થે

વરુથિની એકાદશીએ તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્ર ‘ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: ‘ જાપ કરવો. આ મંત્રના જાપથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય જાય છે.

આર્થિક સમસ્યાથી મુક્તિ અર્થે

જો આપ કોઇપણ પ્રકારની આર્થિક સમસ્યાથી પરેશાન હોવ તો વરુથિની એકાદશીએ વિષ્ણુજીને તુલસીનું પાન અર્પણ કરવું. વિષ્ણુ ભગવાનને તુલસીનું પાન અર્પણ કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને પ્રગતિ મળે છે.

માનસિક શાંતિ અર્થે

જો આપ માનસિક રીતે પરેશાન રહેતા હોવ તો વરુથિની એકાદશીએ ગળામાં તુલસીની માળા ધારણ કરવી જોઇએ, તેનાથી આપનું મન શાંત રહે છે અને કામ કરવાની એકાગ્રતા વધે છે.

કાર્યમાં આવતા અવરોધ દૂર કરવા અર્થે

કાર્યમાં વારંવાર અવરોધ આવતા હોય કે અચાનક આપના કાર્ય પૂર્ણ થવાના આરે હોય અને અટકી જતા હોય તો વરુથિની એકાદશીના દિવસે તુલસી માતાને જળ અર્પણ કરો. ત્યારબાદ તુલસીના છોડના મૂળની પાસેની ભીની માટી લઇને ઘરના તમામ સદસ્યોના મસ્તક પર લગાવી દો. તેનાથી ઘરના સદસ્યોના કાર્યમાં પ્રગતિ થાય છે.

માતા લક્ષ્‍મીની કૃપા અર્થે

વરુથિની એકાદશીએ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્‍મીની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઇએ. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles