fbpx
Sunday, October 27, 2024

આચાર્ય ચાણક્ય અનુસાર, આ રીતે સાચા મિત્રને ઓળખવો

મહાન સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યને ભારતના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી, રાજદ્વારી અને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે તેમના નીતિશાસ્ત્રમાં જીવનની સમસ્યાઓ અને તેના નિવારણની સ્પષ્ટ સમજણ આપી છે.

દરેક વ્યક્તિને પોતાના દુ:ખ દર્દ વહેંચવા માટે સાચા મિત્રની જરૂર હોય છે. સાચો મિત્ર ખરાબ સમયમાં પણ સંકટમોચકનું નામ કરે છે અને દરેક વિપત્તિમાંથી બચાવે છે.

આચાર્ય ચાણક્યએ પણ માનવ જીવનના રહસ્યોને ઉકેલવા માટે આપવામાં આવેલી નીતિઓ અને સિદ્ધાંતોમાં સાચા મિત્ર વિશે વિગતવાર ઉલ્લેખ કર્યો છે.

  • આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, મિત્રની પસંદગી પહેલા હંમેશા તેની પરીક્ષા લો કારણ કે એકવાર મિત્રતા મજબૂત બન્યા પછી તેના પરિણામો અને આડઅસરો સામે આવવા લાગે છે. સાચા મિત્રના વ્યવહારમાં પણ કેટલીક ખામીઓ હોઈ શકે છે, જેને સ્વીકારવાની તાકાત હોવી જોઈએ. મિત્રની સારી બાબતો તેમજ ખરાબ બાબતો જાણીને જ મિત્રતાને આગળ વધારવી જોઈએ.
  • આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ સંકટના સમયે નિઃસ્વાર્થપણે મદદ કરે છે તે સાચો મિત્ર હોય છે. મુશ્કેલીના સમયમાં તમારી સાથે સાથે ઊભો રહેનાર જ તમારો સાચો મિત્ર છે.
  • આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ ક્યારેય પણ પોતાના સીક્રેટ પોતાના નજીકના મિત્રો સાથે શેર પણ ન કરવા જોઈએ. કારણ કે જ્યારે સંબંધમાં ખટાશ આવે છે અથવા મિત્રતા સમાપ્ત થાય છે, ત્યારે તે તમારું સીક્રેટ જાહેર કરી શકે છે.
  • આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, મિત્રતા હંમેશા સમાન દરજ્જાના લોકો સાથે કરવી જોઈએ. કારણ કે, સામાજિક સ્તર સમાન ન હોવાને કારણે સંબંધોમાં તિરાડ આવવાની પૂરી શક્યતા રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles