fbpx
Sunday, October 27, 2024

ગુરુ-ચંદ્રની યુતિના કારણે બનશે ગજકેસરી રાજયોગ, આ 4 રાશિના જાતકો થશે સમૃદ્ધ

ગ્રહો સમય સમય પર ગોચર પરિવર્તન કરતા રહે છે. તેમના ગોચરથી ક્યારેક શુભ યોગ સર્જાય છે તો ક્યારેક અશુભ. ગ્રહોના આ ગોચરની અસર માનવ જીવન અને ધરતી પર પડે છે. ચંદ્ર અને ગુરુ મળીને મીન રાશિમાં આ રાજયોગ રચશે.

આ ખૂબ જ શુભ અને શક્તિશાળી યોગ છે. આ યોગની કેટલીક રાશિઓ પર શુભ અસર થશે. તેમના માટે પ્રગતિનો માર્ગ ખુલશે અને આર્થિક લાભ થશે. હવે જાણો કઈ કઈ રાશિઓ છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે ગજકેસરી યોગ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ ગોચર કુંડળીના સાતમા ભાવમાં આ રાજયોગનું નિર્માણ કરશે. આ સમયગાળા દરમિયાન તમે નવું કામ શરૂ કરી શકો છો. ભાગીદારીમાં સફળતા મળશે. જેઓ અવિવાહિત છે તેમના માટે સારા સંબંધ આવી શકે છે. વિવાહિત જીવનમાં સુધારો થશે.

કર્ક રાશિ

ગજકેસરી રાજયોગ તમારી રાશિ માટે ખૂબ જ સુખદ અને ફાયદાકારક રહેશે. આ રાજયોગ તમારી રાશિના નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ માટે ભાગ્ય તમારો સાથ આપશે અને સરકારી નોકરી મળવાના ચાન્સ છે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે.

મિથુન રાશિ

ચંદ્ર અને ગુરુના સંયોગથી બનેલા ગજકેસરી રાજયોગના કારણે મિથુન રાશિના જાતકો અઢળક લાભ થવાનો છે. કારણ કે આ રાજયોગ ગોચર કુંડળીમાં દસમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. બિઝનેસમાં તમને મોટી સફળતા મળશે. લાઈફ પાર્ટનરને પ્રમોશન મળી શકે છે. એટલું જ નહીં, તમે પણ વ્યવસાય અને નોકરીમાં પણ પ્રગતિ કરી શકો છો.

વૃષભ રાશિ

ગજકેસરી રાજયોગના કારણે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય બદલાવાનું છે. આ રાજયોગથી તમને આવક અને લાભ બંનેમાં વધારો થવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. એટલું જ નહીં સંતાન સુખ પણ પ્રાપ્ત થશે. સંતાનોની પ્રગતિ પણ થઈ શકે છે. વિદેશથી પણ લાભ થશે. આયાત-નિકાસનો ધંધો હોય તો ગજકેસરી યોગ વધુ લાભ આપે. તમને તમામ ભૌતિક સુખો મળશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles