fbpx
Sunday, October 27, 2024

દેવાધિદેવ મહાદેવને બેલપત્ર કેમ ચઢાવવામાં આવે છે? શું તમે જાણો છો કે સમુદ્ર મંથન સાથે કોઈ સંબંધ છે?

હિંદુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે, આ દિવસે તેમની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

ભક્તો સાચા મનથી ભોળેનાથની પૂજા કરે તો તેઓ પ્રસન્ન થઈ જાય છે. શિવ પૂજામાં ભગવાન શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. શિવજીને જળાભિષેક, દૂધ અભિષેક, ફૂલની સાથે સાથે બિલિપત્ર પણ ચઢાવવામાં આવે છે. શિવજીને પ્રસન્ન કરવા માટે કઠિન તપ કરવાની જરૂર નથી. એક કળશ જળ અને બિલિપત્ર ચઢાવીને પણ તેમને પ્રસન્ન કરી શકાય છે. ભગવાન શિવને બિલિપત્ર અર્પણ શા માટે કરવામાં આવે છે, તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.

પૌરાણિક કથા
દેવ અને દાનવ વચ્ચે સમુદ્રમંથન થયું હતું. આ સમુદ્રમંથનમાં તમામ પ્રકારની વસ્તુઓ નીકળી હતી. આ દરમિયાન હલાહલ નામનું એક વિષ (ઝેર) નીકળ્યું હતું. આ વિષ એટલું અસરકારક હતું કે, તેના કારણે સમગ્ર સંસાર તેની ચપેટમાં આવી શકતો હતો. તમામ દેવ આ વિષની અસર સામે નબળા પડી રહ્યા હતા. તે સમયે ભગવાન શિવે સંસારને બચાવવા માટે આ વિષનું પાન કરીને તેમના કંઠમાં ધારણ કરી લીધું. જેના કારણે ભગવાન શિવનું ગળું નીલું થઈ ગયું હતું, જેના કારણે તેમનું નામ નીલકંઠ પડી ગયું.

આ વિષની ખતરનાક અસરને કારણે તેમનું શરીર ખૂબ જ ગરમ થઈ ગયું. આસપાસનું વાતાવરણ પણ ખૂબ જ ગરમ થવા લાગ્યું. પૌરાણિક માન્યતા અનુસાર બિલિપત્રની વિષની અસર ઓછી કરે છે, જેના કારણે દેવતાઓએ ભગવાન શિવને બિલિપત્રનું સેવન કરવા માટે કહ્યું. ભગવાન શિવના કંઠને શીતળ રાખવા માટે જળ અર્પણ કરવામાં આવ્યું. આ પ્રકારે ભગવાન શિવને રાહત થઈ હતી અને તેમના શરીરનું તાપમાન પણ ઓછું થયું હતું. ત્યારથી ભગવાન શિવને બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવી રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles