fbpx
Saturday, October 26, 2024

ભૂલથી પણ તુલસીની આસપાસ ન રાખો આ વસ્તુઓ, તમને મળશે અશુભ પરિણામ

હિન્દુ શાસ્ત્રમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ઘરે-ઘરે તેની પૂજા થાય છે. તેમની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ ખુશ રહે છે. ઘરમાં એકવાર તુલસી લગાવી દીધી એટલે એવું નહીં કે ભાગ્ય ખુલી ગયા તમારે તે તુલસીની ખૂબ જ માવજત કરવી પડે છે. એવી કેટલીક વસ્તુઓ પણ છે જે તુલસીની પાસે ક્યારેય ના મુકવી જોઈએ તો ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે.

કાંટાળા છોડ
વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાનો છોડ કે ઝાડ ન લગાવવા જોઈએ. તુલસીનો છોડ હળવો હોય છે. આ છોડને પોતાના કાંટા નથી હોતા, એટલા માટે તુલસીના છોડની પાસે અન્ય કાંટાવાળો છોડ ન રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની આસપાસ કાંટા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને જીવનમાં મુશ્કેલીઓનો ભય રહે છે.

જૂતા
તુલસી પાસે કોઈપણ પ્રકારના ચપ્પલ ન રાખવા જોઈએ ભલે તે સ્વચ્છ હોય, નવા હોય કે ગંદા હોય, ન રાખવા જોઈએ. તેનાથી માતા તુલસીનું અપમાન થાય છે. જેના કારણે ઘરમાં ગરીબી આવે છે અને સુખ-સમૃદ્ધિની ખોટ થાય છે.

ઝાડુ
તુલસીના છોડની પાસે સાવરણી રાખવી પણ સારી માનવામાં આવતી નથી. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘર આર્થિક સમસ્યાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવા લાગે છે.

કચરાપેટી
તુલસી પાસે ક્યારેય ડસ્ટબીન ન રાખવું જોઈએ. આવુ કરવાથી ભગવાન વિષ્ણુ પણ ક્રોધિત થઈ શકે છે. જે લોકો તુલસી પાસે ડસ્ટબીન રાખે છે. તેમના પર માતા લક્ષ્‍મીનો આશીર્વાદ મળતો નથી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles