fbpx
Saturday, October 26, 2024

સૂર્ય અને રાહુના સંયોગથી બનેલો પિત્રદોષ યોગ આ 3 રાશિઓના જાતકોને પરેશાન કરશે

ગ્રહો સમયાંતરે પોતાનું સ્થાન બદલતા રહે છે. ગ્રહોની સ્થિતિ બદલવાની સાથે જ તેની સકારાત્મક અને નકારાત્મક અસર પણ ઊભી થાય છે, જે અમુક રાશિના જાતકોને સીધી રીતે અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. ગત 14 એપ્રિલે સૂર્ય મીન રાશિમાંથી બહાર આવીને મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે, રાહુ પહેલાંથી જ આ રાશિમાં બિરાજમાન છે.

સૂર્યના મેષ રાશિમાં પ્રવેશથી સૂર્ય અને રાહુનો સંયોગ બનતા પિતૃદોષ યોગ બન્યો છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન મેળવવા માટે કુંડળીમાં સૂર્યનું શુભ હોવું અત્યંત જરૂરી છે. પરંતુ હાલ અમુક રાશિના જાતકો માટે આ સંયોગ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. એવી 3 રાશિઓ છે જેમને આ દરમિયાન સાવધાન રહેવું જોઇએ. તો ચાલો જોઇએ કઇ 3 રાશિઓ માટે સમય પડકારજનક બની શકે છે.

કન્યા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય અને રાહુના આ સંયોગથી બનેલા પિતૃદોષ યોગથી કન્યા રાશિના જાતકોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. પિતૃદોષ યોગના કારણે આ રાશિના જાતકોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. સ્વસ્થ રહેવા માટે ભોજનમાં સાવધાની રાખવાની જરૂર છે. વાસી ખોરાક અથવા જંક ફૂડનું સેવન બિલકુલ પણ ન કરો. કોઇ પણ જગ્યાએ મુસાફરી કરતી વખતે અથવા વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો. તમારી થોડી પણ લાપરવાહીથી અકસ્માત થવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે સંબંધોમાં થોડો તણાવ વધશે.

વૃશ્વિક

આ રાશિના જાતકોના જીવનમાં પણ પિતૃદોષ અમુક સમસ્યાઓ ઊભી કરી શકે છે. તમારા માતાની તબિયત સાચવજો, કારણ કે તેમનું સ્વાસ્થ્ય લથડી શકે છે. જો કોઇ કોર્ટ કેસ ચાલી રહ્યા હોય તો તેમાં પણ મુશ્કેલીઓ વધશે. તમારા ખર્ચા વધવાથી બજેટ ખોરવાશે. આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન ક્યાંય પણ કોઈ ણ પ્રકારનું રોકાણ કરવાથી બચશો. નોકરિયાત લોકોએ આ મહીનામાં સાવચેતી પૂર્વક કામ કરવું જોઇએ.

કુંભ

પિતૃદોષના કારણ કુંભ રાશિના જાતકોમાં પ્રતિકૂળ સંજોગો ઊભા થઇ શકે છે. આ દરમિયાન તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમને છાતીમાં બળતરા થઇ શકે છે. બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ વધી શકે છે. તેથી તમારી તબિયત પ્રત્યે ખાસ કાળજી લેવી આવશ્યક બનશે. પ્રેમ સંબંધમાં વાતચીતના કારણે ગેરસમજ પેદા થઇ શકે છે.

પિતૃદોષના ખરાબ અસરોથી બચવાના ઉપાયો

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમારા ઘરની દક્ષિણ દિશામાં પિતૃઓનો ફોટો લગાવવો જોઇએ.

– પિતૃદેવોને નિયમિત માળા ચઢાવી આશીર્વાદ લેવાથી પિતૃદોષ યોગનો પ્રભાવ ઓછો થાય છે.

– પિતૃઓની મૃત્યુ તિથિ પર 21 કે તેથી વધારે બ્રાહ્મણોને તમારી ઘરે ભોજન કરાવો.

– ગરીબ લોકોને દાન દક્ષિણા આપો.

– ચતુર્દશીના દિવસે પીપળાના ઝાડને દૂધ ચઢાવો.

– દક્ષિણ દિશામાં પિતૃઓના નામે દિવો પ્રગટાવવાથી તેમના આશીર્વાદ મેળવો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles