fbpx
Saturday, October 26, 2024

અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કેમ થાય છે? જાણો આ તિથિનું ધાર્મિક મહત્વ

અક્ષય તૃતીયા એક એવો પાવન અવસર છે. હિંદુ માન્યતા અનુસાર આ પર્વ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે જોડાયેલ છે. આ દિવસે વિધિ વિધાન સાથે માઁ લક્ષ્‍મીની પૂજા, અર્ચના અને મંત્ર જાપ તથા ખાસ ઉપાય કરવાથી ઘરમાં નાણાંની કમી થતી નથી.

આ દિવસે માતા લક્ષ્‍મી, ભગવાન વિષ્ણુની પૂજા અને સોનુ ખરીદવામાં આવે છે. સોનુ ખરીદવા બાબતે શું માન્યતા છે, તે અંગે અમે તમને વિગતવાર માહિતી જણાવી રહ્યા છીએ.

સોનુ શા માટે ખરીદવામાં આવે છે?
હિંદુ માન્યતા અનુસાર વૈશાખ માસની શુક્લપક્ષની ત્રીજને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ તિથિના રોજ બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો જન્મ થયો હતો. આ કારણોસર આ દિવસને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા પરશુરામનો જન્મ થયો હતો, તેથી આ દિવસે ત્રેતાયુગની શરૂઆત થઈ હોવાનું પણ માનવામાં આવે છે. આ શુભ સંયોગને ધ્યાનમાં રાખીને આ તિથિને સુખ અને સૌભાગ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર આ પાવન તિથિએ જે પણ કામ કરવામાં આવે છે, તેનું ચાર ગણું ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર આ દિવસે જે પણ પૂજા અને શુભ કાર્ય કરવામાં આવે છે, તે ક્યારેય નિષ્ફળ જતું નથી. આ કારણોસર આ દિવસે સોનુ અને સોનાના આભૂષણ તથા પાત્રની ખરીદી કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથી દિવસ રાત સોનાના ભંડારમાં વૃદ્ધિ થાય છે.

કયા કાર્યો માટે શુભ માનવામાં આવે છે?
અક્ષય તૃતીયાના દિવસે માઁ લક્ષ્‍મી પૂજા, સોનાની ખરીદીની સાથે માંગલિક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાથી પણ શુભતા અને સફળતા પ્રાપ્ત થાય છે. આ કારણોસર આ દિવસે જમીનની ખરીદી, ગૃહ પ્રવેશ અને નવા બિઝનેસની શરૂઆત કરવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles