હિન્દુ શાસ્ત્રોમાં અક્ષય તૃતીયાના દિવસને ઘણો મહત્વપૂર્ણ જણાવવામાં આવ્યો છે. અક્ષય તૃતીયાને પોતે જ સિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે. માન્યતા અનુસરે આ દિવસે ગૃહ પ્રવેશ, વેપાર, ઉદ્યોગનો આરંભ કરવા જેવા ઘણા માંગલિક કર્યો કરી શકાય છે. માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલા કાર્યોનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. સાથે જ આ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયા પર સૂર્ય અને ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિમાં વિરાજમાન થાય છે. અક્ષય તૃતીયાનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે. માનવામાં આવે છે કે કેટલીક એવી વસ્તુ છે જેને અક્ષય તૃતીયાના દિવસે ઘરે લાવવાથી બરકત આવે છે. અક્ષય તૃતીયાના દિવસે ઘણી વસ્તુઓ ઘરે લાવવાથી સમૃદ્ધિ આવે છે.
અક્ષય તૃતીયાનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે અને શંખ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. હિન્દુ પુરાણો અનુસાર શંખને દેવી લક્ષ્મીનો ભાઈ પણ માનવામાં આવે છે. એટલા માટે અક્ષય તૃતીયાના દિવસે જો દક્ષિણાવર્તી શંખને ઘરે લાવવામાં આવે અને તેની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવામાં આવે તો દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ વરસે છે અને સાથે જ ઘરમાં આશીર્વાદ પણ આવે છે.
શ્રી યંત્રને દેવી લક્ષ્મીનું પ્રતીક સ્વરૂપ પણ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં શ્રીયંત્ર લાવવું ખૂબ જ શુભ હોય છે. અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં શ્રીયંત્ર લાવીને મંદિરમાં નિયમ પ્રમાણે સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને અપાર ધનનો આશીર્વાદ આપે છે.
હિંદુ માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે એકાક્ષી નારિયેળ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં એકાક્ષી નાળિયેર રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ નારિયેળની સાથે દેવી લક્ષ્મીની પારાની મૂર્તિ અવશ્ય રાખવી.
હિંદુ માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં માટીનો ઘડો અથવા કળશ લાવવું શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે પાણીથી ભરેલ ઘડો અથવા ચોખાથી ભરેલ વાસણ લાવો, એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરનું ધન-ધાન્ય ક્યારેય સમાપ્ત થતું નથી.
અક્ષય તૃતીયાના દિવસે જવ ખરીદવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે દેવી લક્ષ્મીને જવ અર્પણ કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી. લક્ષ્મીજીની પૂજામાં ચઢાવવામાં આવતા જવને લાલ કપડામાં લપેટીને તમારા ઘરના ધન સ્થાનમાં રાખો. આમ કરવાથી ઘરની સંપત્તિ વધે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)