fbpx
Friday, December 27, 2024

આ દિવસોમાં ક્યારેય પણ ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો, તે સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્ય લાવશે

કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્‍મીની કૃપા બની રહે છે અને એવી રીતે ઘર પર હંમેશા સુખ-સમૃદ્ધિનો વાસ બની રહે છે. હિંદુ ધર્મમાં આ છોડ ખૂબ જ મહત્વનો હોય છે. હિંદુ ધર્મ સાથે જોડાયેલા ઘણા ગ્રંથ અને પુરાણોમાં પણ તુલીસના છોડનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

તુલસીને માનવામાં આવે છે માતા લક્ષ્‍મીનું સ્વરૂપ
તુલસીના છોડને હિંદુ ઘર્મમાં લક્ષ્‍મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે માન્યતા છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્‍મીનો વાસ હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે ખોટા દિવસોમાં તુલસીનો છોડ લગાવવાથી આ ઘર-પરિવાર માટે સૌભાગ્યની જગ્યા પર દુર્ભાગ્યનું કારણ બની શકે છે. માટે એ જાણી લો કે કયા દિવસોમાં તુલસીના છોડને ઘર પર લગાવવાથી બચવું જોઈએ.

આ દિવસોમાં ભૂલથી પણ ન લગાવો તુલસીનો છોડ

  • હિંદુ ધર્મમાં દરેક કામ અને પૂજા-પાઠ માટે શુભ દિવસ અને મુહૂર્ત હોય છે. એવી જ રીતે શાસ્ત્રોમાં તુલસીના છોડને લગાવવાના શુભ દિવસ વિશે પણ જણાવવામાં આવ્યું છે.
  • શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સોમવાર, બુધવાર અને રવિવારે તુલસીનો છોડ ન લાગગાવો જોઈએ. રવિવારના દિવસે તો તુલસીને સ્પર્શ કરવાથી પણ બચવું જોઈએ.
  • આ સાથે જ એકાદશી તિથિ પર પણ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. પરંતુ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનું પાન જરૂર મુકો. તેના માટે તમે એક દિવસ પહેલા જ તુલસીના પાન તોડીને મુકી દો.
  • સૂર્ય કે ચંદ્ર ગ્રહણના દિવસે પણ ભુલથી પણ તુલસીનો છોડ ન લગાવો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles