હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ધાર્મિક મહત્ત્વ રહેલું છે. 22 એપ્રિલના રોજ શનિવારે અક્ષય તૃતીયા છે, આ દિવસે માઁ લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથી સાધકની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે.
અક્ષય તૃતીયાના દિવસે વિધિ વિધાન સાથે પૂજા કરવાથી તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે વિશેષ કાર્ય કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ઉપરાંત આ દિવસે સોના ચાંદી ખરીદીનું પણ વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, આ દિવસે સોનાની ખરીદી કરવાથી સોના અને નાણાંકીય ભંડારમાં દિવસ રાત વૃદ્ધિ થાય છે. અક્ષય તૃતીયા સાથે જોડાયેલ વિશેષ બાબતો વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
- અક્ષય તૃતીયાના દિવસે દાન અને દક્ષિણાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ કારણોસર આ દિવસે નિર્ધન વ્યક્તિને અનાજ, કપડા અને ધનનું દાન કરો.
- અક્ષય તૃતીયાના દિવસે મોડી સવાર સુધી ના ઊંઘવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, નહાવાના પાણીમાં ગંગાજળ મિશ્ર કરો.
- અક્ષય તૃતીયાના દિવસને માંગલિક કાર્યો માટે શુભ માનવામાં આવે છે. જો તમે વાહન, ઘર અથવા ખરીદો તો તે શુભ સાબિત થશે. ગૃહ પ્રવેશ કરવો અને આભૂષણ ખરીદીને પણ શુભ માનવામાં આવે છે.
- આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે તેમાં તરક્કી થાય છે. આ દિવસે જે શુભ કાર્ય કરવામાં આવે તેનું સમગ્ર વર્ષ દરમિયાન ફળ પ્રાપ્ત થા. છે. આ કારણોસર આ દિવસે ખોટું કામ ના કરવું જોઈએ અને નુકસાન ના પહોંચાડવું જોઈએ.
- અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
- અક્ષય તૃતીયાના દિવસે માઁ લક્ષ્મીની પૂજાનું વિધાન છે, પરંતુ આ દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી તે ફળદાયી છે. આ પ્રકારે કરવાથી તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનના તમામ કષ્ટ દૂર થાય છે.
- અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું ફળ મેળવવા માટે તેમના ભોગમાં તુલસીના પાન જરૂરથી હોવા જોઈએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
- હિંદુ ધર્મમાં શ્રી યંત્રને માઁ લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે આ યંત્રની વિધિ વિધાન સાથે પૂજા કરવી તે શુભ સાબિત થાય છે. આ ઉપાય કરવાથી આર્થિક પરેશાની થતી નથી.
- અક્ષય તૃતીયાના દિવસે તામસી ભોજનનું સેવન ના કરવું અને વડીલનું અપમાન ના કરવું.
- ધાર્મિક માન્યતા અનુસાર શંખને માઁ લક્ષ્મીના ભાઈ તરીકે માનવામાં આવે છે. જેથી અક્ષય તૃતીયાના દિવસે શંખની ખરીદી કરવી જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)