જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને દેવગુરુ માનવામાં આવે છે, જે જીવનમાં ધર્મ, આધ્યાત્મ, સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. જ્યોતિષ શાસ્ત્ર નુસાર ગુરુ ગ્રહ શુભ ફળ પ્રદાન કરે છે અને સમાજમાં માન તથા સમ્માન પ્રાપ્ત થાય છે અને અશુભ હોય તો અશુભ પરિણામ આપે છે.
પંચાંગ અનુસાર ગુરુ ગ્રહ 22 એપ્રિલના રોજ સવારે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, રાહુ પહેલેથી મેષ રાશિમાં બિરાજમાન છે. ગુરુ અને રાહુની યુતિના કારણે ચાંડાલ યોગ બનશે, જેના કારણે વૃષભ, કન્યા, તુલા, વૃશ્વિક, મકર અને કુંભ રાશિના જાતકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. ગુરુ ગ્રહની કૃપા મેળવવા માટે હળદર સાથે જોડાયેલ આ ઉપાય જરૂરથી કરો.
એક ચપટી હળદરથી ચમકી જશે ભાગ્ય
- કુંડળીમાં ગુરુ ગ્રહનો દોષ હોય અથવા શુભ પરિણામ મળતું નથી, તો તમારે આ ઉપાય અપનાવવો જોઈએ. હળદરને ગુરુ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે. સ્નાન કરતા સમયે દરરોજ નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખવામાં આવે તો ગુરુ તે વ્યક્તિ પર પોતાની કૃપા વરસાવે છે. જેના કારણે બગડેલા કામ પણ સુધરવા લાગે છે અને સુખ તથા સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
- કુંડળીમાં ગુરુ ગ્રહનો દોષ હોય તો દરરોજ પૂજામાં હળદરનો ઉપયોગ કરવો જોઈએ. દરરોજ અથવા ગુરુવારે ભગવાન વિષ્ણુને એક ચપટી હળદર ચઢાવવામાં આવે તો ગુરુ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુનું મંદિર ના હોય તો કેળાના ઝાડ પર એક ચપટી હળદર અર્પણ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
- તમને એવું લાગી રહ્યું હોય કે, તમારા ઘરને કોઈની નજર લાગી ગઈ છે અથવા ઘરમાં અનેક સંકટ આવી રહ્યા છે, તો તમારે આ ઉપાય કરવો જોઈએ. દરરોજ સવારે સ્નાન ધ્યાન કર્યા પછી ગંગાજળમાં હળદર મિશ્ર કરી આખા ઘરમાં તેનો છંટકાવ કરો. આ પ્રકારે કરવાથી ગુરુ ગ્રહ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)