ઘરગથ્થુ ઉપાયમાં ફટકડીનો ઉપયોગ થાતા તો તમે ઘણી વખત જોયો હશે. પરંતુ તેના વાસ્તુ ઉપાય વિશે તમે નહીં સાંભળ્યું હોય. ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે ઘરગથ્થુ ઉપાયની સાથે સાથે વાસ્તુ ઉપાય માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
ફટકડી આયુર્વેદના અનુસાર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ફટકડીને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
ઘર કે ઓફિસના વાસ્તુ દોષને દૂર કરવા માટે
જો તમને ઘર કે ઓફિસમાં કોઈ પણ પ્રકારના વાસ્તુ સંબંધી સમસ્યા છે તો તેને દૂર કરવા માટે આજે જ 50 ગ્રામ ફટકડીના ટુકડા લઈને તેને ઘર કે ઓફિસના દરેક રૂમ કે ખૂણામાં મુકી દો. જ્યાં કોઈની જલ્દી નજર ન જાય.
તેનાથી વિવિધ વાસ્તુ દોષોથી થતી મુશ્કેલીઓથી છુટકારો મળશે અને તમારા ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-સંપત્તીમાં પણ વૃદ્ધિ થશે. ધ્યાન રાખો કે થોડા દિવસોમાં જ્યારે ફટકડીના રંગ બદલાવવા લાગે તો તેને નવી ફટકડી સાથે બદલી નાખો.
અજ્ઞાન ભયથી મુક્તિ માટે
તેનાથી વિવિધ વાસ્તુ સંબંધી સમસ્યાઓમાં કમી આવશે અને સુખ-શાંતિની સાથે ધન-સંપત્તિમાં પણ વધારો થશે.
તેના ઉપરાંત સુવાના પહેલા કાળા કપડામાં ફટકડી બાંધીને માથાની પાસે કે તકિયાની નીચે મુકવાથી ખરાબ સપના નથી આવતા અને અજ્ઞાન ભયથી મુક્તિ મળે છે.
ધન લાભ માટે
ધન લાભ માટે પણ ફટકડીનો ઉપયોગ કારગર હોય છે. તેના માટે ઘર પર પોતુ લગાવતી વખતે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ ક્યારેક ક્યારેક નહાવાના પાણીમાં પણ ફટકડી નાખી શકો છો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)