જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહમાંથી શનિને સૌથી ક્રૂર માનવામાં આવે છે. આ સાથે જ સૌથી ધીમી ચાલનારા ગ્રહો પૈકી એક છે.
હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા,કર્મફળ દાતા માનવામાં આવે છે. જે વ્યક્તિને કર્મોને હિસાબથી શુભ અથવા અશુભ ફળ આપશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહમાંથી શનિને સૌથી ક્રૂર માનવામાં આવે છે.
આ સાથે જ સૌથી ધીમી ચાલનારા ગ્રહો પૈકી એક છે. શનિને 12 રાશિઓમાં ફરવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. એટલા માટે આ દરેક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. વ્યક્તિને આખા જીવનમાં એકવાર શનિની સાડાસાતી અને પનોતીનો સામનો કરવો પડે છે.
કુંડળીમાં સાડા સાતી હોવાથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. શનિની સાડા સાતીથી છૂટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવવા પડે છે પરંતુ અનેક વખત અજણમાં આવી ભૂલો કરી દે છે કારણ શનિદેવ નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિઓને શનિની સાડાસાતીથી પસાર થવું પડે છે અને કઈ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
હિન્દુ ધર્મમાં શનિદેવને એવા ભગવાનના રૂપમાં પૂજવામાં આવે છે જે નારાજ થઈ જાય તો સમસ્યાઓનો આવવા લાગે છે. લોકો હંમેશા તેમને પ્રસન્ન કરવાના ઉપાયો શોધતા રહે છે. આવામાં જે જાતકો પર શનિદેવની સાડાસાતી ચાલતી રહે તો અનેક પ્રકારની પરેશાનિયોનો સામનો કરવો પડી શકે છે.
ન કરો માંસ મદિરાનું સેવન
જો તમારી કુંડળીમાં શનિની સાડાસાતી ચાલતી હોય તો માંસ મદિરાનું સેવન બિલ્કુલ પણ ન કરવું જોઇએ. ખાસ કરીને શનિવારના દિવસે. માનવામાં આવે છે કે શનિવારના દિવસે સાત્વિક ભોજન કરવાથી શુભ ફળ પ્રાપ્તિ થશે.
આ રંગના કપડા ન પહેરવા જોઈએ
જો કુંડળીમાં શનિની સાડાસાતી ચાલી રહી હોય તો બનેલા કામ બગડી શકે છે. શનિવારના દિવસે શુભ કાર્ય કરવામાં આવે છે. કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. સામાન્ય રીતે કાળો રંગ ભગવાન શનિદેવને સમર્પિત છે. પરંતુ શનિવારના દિવસે આ રંગના કંપડા પહેરવાથી અશુભ પ્રાપ્તિ થાય છે.
શનિવારના દિવસે મોડા સુધી ન ઉંઘવું
શનિની સાડાસાતીના દુષ્પ્રભાવથી બચવા માંગતા હોવ તો શનિવારના દિવસે મોડા સુધી ઊંઘવાથી બચવું જોઈએ. શનિવારે વહેલા ઉઠીને કામો પૂરા કરીને સ્નાન કરી લો અને શનિદેવની વિધિવત પૂજા કરો. આ સાથેજ પીપળાના ઝાડને જળ ચઢાવો અને દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે.
કૂતરાને હેરાન ન કરવું
શાસ્ત્રો અનુસાર શ્વાન સહિત અને પ્રાણોને ક્યારેય હેરાન કરવા ન જોઈએ. શ્વાનને શનિદેવનું વાહન માનવામાં આવે છે. આવી સ્થિમાં સાડા સાતી ચાલતી હોય તો દુષ્પ્રભાવ વધી શકે છે. એટલા માટે શનિવારે કાળા શ્વાનને રોટી ખવડાવવી શુભ માનવામાં આવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)