fbpx
Wednesday, December 25, 2024

પરશુરામ જયંતિ પર જાણો ભગવાન પરશુરામની 5 કથાઓ અને તેમના અમરત્વનું રહસ્ય

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીએ વૈશાખ માસની તૃતીયા તિથિએ અવતાર લીધો હતો. તેથી જ દર વર્ષે પરશુરામ જયંતિ વૈશાખ મહિનાની ત્રીજી તારીખે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન પરશુરામજીને આવેશ અવતાર માનવામાં આવે છે. ભગવાન પરશુરામની આવી કેટલીક વાતો પૌરાણિક કથાઓમાં વર્ણવવામાં આવી છે, જે બતાવે છે કે પરશુરામ ખૂબ જ ક્રોધી સ્વભાવના છે.

આ સાથે કથાઓ પરથી જાણવા મળે છે કે પરશુરામજી અમર છે અને તેઓ સૃષ્ટિના અંત સુધી પૃથ્વી પર બિરાજમાન રહેશે. ચાલો પરશુરામ જયંતિ પર ભગવાન પરશુરામની 5 કથાઓ જાણીએ.

ભગવાન પરશુરામનો ક્રોધી સ્વભાવ કેમ

ભગવાન પરશુરામજી ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર છે. પારિવારિક પરંપરા મુજબ પરશુરામજી બ્રાહ્મણ છે પરંતુ તેમનો સ્વભાવ ક્ષત્રિય જેવો છે. પોતાના ક્રોધથી તેમણે પૃથ્વી પર ઘણી વખત ક્ષત્રિયોનો વિનાશ કર્યો. પરંતુ તેમનો સ્વભાવ કેવી રીતે ક્રોધિત બન્યો તેની એક વાર્તા છે કે, ભૃગુ ઋષિએ તેમની દાદી સત્યવતીને બે ફળ આપ્યા હતા, એક તેમની દાદી સત્યવતી માટે અને બીજું ફળ તેમની દાદીની માતા માટે હતું. પરંતુ ભૂલથી ફળોની અદલાબદલી થઈ ગઈ. આ કારણે ભૃગુ ઋષિએ સત્યવતીને કહ્યું કે તમારો પુત્ર ક્ષત્રિય સ્વભાવનો હશે. તેથી સત્યવતીએ ભૃગુ ઋષિને એવું વરદાન આપવા કહ્યું કે મારો પુત્ર બ્રાહ્મણ જેવો અને મારો પૌત્ર ક્ષત્રિય ગુણો ધરાવતો થાય. ભૃગુ ઋષિના આશીર્વાદથી આ બન્યું.પરશુરામજી ઋષિ જમદગ્નિના પાંચમા સંતાન બન્યા જે બાળપણથી જ ક્રોધી સ્વભાવના હતા.

ભગવાન પરશુરામને આ પરશુ ભગવાન શિવ પાસેથી મળ્યો હતો

ભગવાન પરશુરામજીનું મૂળ નામ રામ છે. તેઓ જમદગ્નિ ઋષિના પુત્ર હોવાથી તેમને જમદગ્ન્ય પણ કહેવામાં આવે છે. પરંતુ તે પરશુરામજીના નામથી વધુ પ્રખ્યાત છે. પરશુરામજી પણ ભગવાન શિવના ભક્ત અને શિષ્ય છે. તેમની ભક્તિ અને ક્ષમતા જોઈને ભગવાન શિવે તેમને વિદ્યુદ્ભિ નામનો પરશુ આપ્યો હતો. હંમેશા પરશુ ધારણ કરવાને કારણે તેઓ વિશ્વમાં પરશુરામના નામથી પ્રસિદ્ધ છે. આજેપણ લોકો તેમની પૂજ કરે છે.

પરશુરામજીએ ગણેશજીને એક દંત બનાવ્યા

ભગવાન ગણેશનું એક નામ એકદંત છે. તેનું કારણ ગણેશજીનો એક દાંત તૂટી ગયો છે. એક દંતકથા છે કે એક વખત પરશુરામજી કૈલાસ પર્વત પર તેમના ઈષ્ટદેવ ભગવાન શિવને મળવા આવ્યા ત્યારે ભગવાન ગણેશએ પરશુરામજીનો રસ્તો રોકી દીધો. ગણેશજીએ કહ્યું કે પિતા શિવજી અત્યારે કોઈને મળી શકે તેમ નથી. આના પર પરશુરામજીએ શિવજીને મળવાનો આગ્રહ કર્યો અને પછી ગણેશ સાથે પરશુરામજીનું મહાયુદ્ધ શરૂ થયું. અંતે, ગુસ્સામાં પરશુરામે પોતાના પરશુની મદદથી ગણેશજીના દાંત પર હુમલો કર્યો અને આ રીતે ગણેશનો એક દાંત તૂટી ગયો અને તે પછી તો તેએકદંત તરીકે ઓળખાવા લાગ્યા.

પરશુરામની ભગવાન રામને યુદ્ધ માટેની લલકાર

એવી દંતકથા છે કે જ્યારે સીતા સ્વયંવરના સમયે ભગવાન રામે ભગવાન શિવનું ધનુષ્ય તોડ્યું ત્યારે પૃથ્વી ધ્રૂજી ઊઠી. પરશુરામજીને ખબર પડી કે કોઈએ શિવજીનું ધનુષ્ય તોડ્યું છે. આના પર મનની ગતીથી ચાલવાવાળા પરશુરામજી તરત જ મહારાજા જનકના દરબારમાં પહોંચ્યા અને શિવજીનું ધનુષ્ય તોડીને ભગવાન રામને યુદ્ધ માટે પડકારવા લાગ્યા. તે સમયે ભગવાન રામે પરશુરામને તે ભગવાન વિષ્ણુના અવતાર હોવાનો અહેસાસ કરાવ્યો હતો. ભગવાન રામનું રહસ્ય જાણ્યા પછી પરશુરામજીનો ક્રોધ શાંત થયો અને ભગવાન શ્રીરામે તેમના અહંકારનો નાશ કર્યો. તે જ સમયે ભગવાન રામે પરશુરામને અમરત્વનું વરદાન આપતા જવાબદારી સોપતા કહ્યું કે તમે મારા આવતા અવતાર સુધી મારા સુદર્શન ચક્રને સુરક્ષિત રાખશો. આગલા અવતારમાં મારે તેની જરૂર પડશે પછી ત્યારે તમે મને તે પરત કરી દેશો.

પરશુરામ ભગવાન કૃષ્ણને મળ્યા

જ્યારે ભગવાન વિષ્ણુએ દ્વાપરમાં શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો, ત્યારે પરશુરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગુરુ સાંદીપનિના આશ્રમમાં શિક્ષણ પ્રાપ્ત કરીને ઘરે પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પરશુરામજી અને ભગવાન શ્રી કૃષ્ણની મુલાકાત થઈ. તે સમયે પરશુરામજી ઋષિ સાંદીપનિના આશ્રમમાં આવ્યા અને તેમનું સુદર્શન ચક્ર ભગવાન કૃષ્ણને પાછું આપ્યું અને કહ્યું કે હવે આ યુગ તમારો છે. તમે તમારા આ સુદર્શન ચક્રનું ધ્યાન રાખો અને પૃથ્વી પર વધી રહેલા પાપનો ભાર ઓછો કરો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles