વિટામિન B12 શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વોમાંનું એક છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને આ પોષક તત્વોની ઉણપ હોય છે. શરીરમાં વિટામિન B12ની ઉણપને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. B12ની ઉણપને કારણે ત્વચાનો રંગ પીળો થવા લાગે છે.
સ્ટ્રેસ વધવા લાગે છે. તમે ખૂબ જ ગુસ્સો કરવા લાગો છો. તેની સાથે જ મોઢામાં છાલા અને જીભમાં દુખાવો થવાની સમસ્યા રહે છે. આ વિટામીનની ઉણપને કારણે તમને ખૂબ થાક પણ લાગે છે. તમને કોઈપણ વસ્તુ પર ધ્યાન ફોકસ કરવામાં હેરાની થાય છે. આ ઉણપને કારણે તમારી યાદશક્તિ નબળી પડી જાય છે.
શરીર આ વિટામિન જાતે બનાવી શકતું નથી. એટલા માટે શરીરને એક સોર્સની જરૂર પડે છે, જેથી શરીરમાં વિટામિન B12 ની ઉણપને દૂર કરી શકાય. તમે ઘણી નેચરલ પદ્ધતિઓ અજમાવીને વિટામિન B12 ની ઉણપને પણ પૂરી કરી શકો છો.
ફિશ
તમે ફિશ ખાઈ શકો છો. સાર્ડિન અને ટૂના જેવી ફિશમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે. તે મગજને ફિટ રાખવામાં મદદ કરે છે. આ ફિશમાં માત્ર B12 જ નથી, પરંતુ તેમાં અન્ય ઘણા પોષક તત્વો પણ હોય છે. તેમાં પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, ફોસ્ફરસ, સેલેનિયમ અને વિટામીન A અને B3 જેવા પોષક તત્વો રહેલા હોય છે.
ઈંડા
તમે બાફેલા ઈંડા ખાઈ શકો છો. તેઓ સ્વાદિષ્ટ અને ખૂબ પૌષ્ટિક પણ હોય છે. ઈંડામાં B12 પણ હોય છે. આ સિવાય તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત પણ છે
ડેરી પ્રોડક્ટ્સ
તમે ડેરી પ્રોડક્ટ્સનો ડાયટમાં સમાવેશ કરી શકો છો. જેમાં દૂધ, દહીં અને પનીરનો સમાવેશ થાય છે. ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શિયમ સિવાય અન્ય ઘણા પોષક તત્વો પણ હોય છે. તેમાં પ્રોટીન, વિટામીન A, D, ઝીંક, પોટેશિયમ અને કોલીન વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ડેરી પ્રોડક્ટ્સ વિટામિન B12 ના ઉત્તમ સ્ત્રોત છે. આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે.
પાલક
પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આ સિવાય તેમાં વિટામિન B12 પણ ખૂબ જ માત્રામાં હોય છે. તમે તેને સ્મૂધીના રૂપમાં પણ લઈ શકો છો. તમે મશરૂમ્સ, બટરનટ સ્ક્વેશ અને બટાકાનો પણ ડાયટમાં સમાવેશ કરી શકો છો. આમાં વિટામિન B12 પણ ભરપૂર હોય છે.
(નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)