વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં વાયુ તત્વનો વાસ હોય છે. વાયુ તત્વની ઉર્જા જીવનમાં તાજગી, આનંદ અને ખુશીઓ લઈને આવે છે. માટે પૂર્વ દિશામાં જો કોઈ પ્રકારની વાસ્તુ સંબંધી સમસ્યા હોય તો તેના કારણે ઘરના સદસ્યોના સ્વભાવ પર અસર પડે છે.
ઘરની આ દિશામાં ન રાખો વધારે સામાન કે ભંગાર
ઘરની પૂર્વ દિશામાં ભારે સામાન ન રાખવો જોઈએ અને રાખો તો તેને ગણતરી વધારે ન કરવી જોઈએ. નહીં તો તેનાથી પૂર્વ દિશામાં દબાણ વધે છે. આ દિશામાં હંમેશા એવી વ્યવસ્થા કરવી જોઈએ કે હવાનો સંચાર ઘરની અંદર હંમેશા આવતો રહે. સાથે જ આ દિશામાં કોઈ પણ પ્રકારનો ભંગાર ન રાખો. સાફ-સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખો અને પૂર્વ દિશામાં ઓછામાં ઓછી એક બારી તો જરૂર હોવી જોઈએ.
આ ઉપરાંત વાસ્તુ અનુસાર ઘરમાં અમુક વસ્તુઓ ન રાખવી જોઈએ તેના કારણે પણ વાસ્તુ દોષ ઉભો થાય છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે સાથે જ જીવનમાં અન્ય ઘણી મુશ્કેલીઓ પણ આવી શકે છે.
જુના કે ફાટેલા કપડા
ઘણીવાર લોકો ઘરમાં કબાટ કે માળિયામાં જુના-ફાટેલા કપડાંની એક પોટલી રાખે છે. કેટલાક લોકો જે કપડાનો ઉપયોગ ન હોય તેને કબાટના નીચેમાં ભાગમાં પણ રાખી દે છે. આમ ન કરવુ જોઇએ. જુના કપડાંનો નિકાલ કરવો જોઇએ.
ટુટેલો સામાન
ટુટેલા ફુટેલા વાસણ, તુટેલો અરીસો, ઇલેકટ્રોનિક સામાન, તસવીર, ફર્નીચર, સોફા, ખુરશી અને ટેબલ, પલંગ, ઘડિયાળ, દિવો, સાવરણી, મગ-કપ અથવા કોઇ પણ એવો સામાન ઘરમાં ન રાખવો જોઇએ.
હાનિકારક વસ્તુઓ
ઘરમાં વિખરાયેલી પડેલી દવાઓ, એસિડની બોટલ, ટોઇલેટ ક્લિનર શોપ, ફિનાઇલ, ઝેરીલા રસાયણ કીટનાશક, મચ્છર મારવાની દવા, એન્ટીબાયોટિક દવા, એર ફ્રેશનર જેવી હાનિકારક વસ્તુઓની જગ્યા ફિક્સ હોવી જોઇએ. આવી વસ્તુઓ માટે એક લાકડાનું કબાટ બનાવડાવો જે કિચન અને બેડરુમથી દુર હોય.
કેટલાક લોકો પોતાના ઘરમાં અનાવશ્યક પથ્થર, વીંટી, નંગ, તાવિઝ કે આ પ્રકારનો અન્ય સામાન રાખતા હોય છે. એક નાનકડો પથ્થર તમારુ ભાગ્ય બદલી શકે છે. તેથી ઘરમાં કોઇ પણ નકામી વસ્તુ ન રાખો.
ભંગાર
ઘણીવાર એવુ જોવા મળે છે કે લોકો ઘરમાં ભંગાર ભેગો કરી રાખે છે. આ માટે અલગ જગ્યા હોવી જોઇએ. બને તો તે ઘરની અંદર ન હોવુ જોઇએ. જુના કે તુટેલા ચંપલ પણ તમને આગળ વધતા રોકે છે. તેને પણ ઘરમાંથી બહાર કાઢી દો.
નકારાત્મક તસવીરો, મુર્તિ કે પેઇન્ટીંગ
મહાભારતના યુધ્ધનું ચિત્ર, તાજમહેલનું ચિત્ર, ડુબતી નૌકા કે જહાજ, ફુવારા, જંગલી જાનવરોનું ચિત્ર, નટરાજની મુર્તિ, કાંટાવાળા છોડના ચિત્રો ઘરમાં ન રાખવા જોઇએ. દેવી-દેવતાઓની ફાટેલી કે જુની તસવીરો અથવા ખંડિત મુર્તિઓથી પણ આર્થિક હાનિ થાય છે. આ બધી વસ્તુઓને કોઇ પવિત્ર નદીમાં વહાવી દેવી જોઇએ.
પર્સ કે તિજોરી
પર્સ ફાટેલુ ન હોવુ જોઇએ, તિજોરી તુટેલી ન હોવી જોઇએ. પર્સ કે તિજોરીમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને તેને જોઇને મન પ્રસન્ન થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)