હિન્દુ ધર્મમાં બુધવારને બુદ્ધિદાતા અને પ્રથમ પૂજય દેવ ભગવાન ગણેશને સમર્પિત કરવામાં આવ્યો છે.માન્યતા એવી છે કે આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવાથી આપની બૌદ્ધિક ક્ષમતા પ્રબળ થાય છે. ભગવાન ગણેશ રિદ્ધિ-સિદ્ધિ અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમની આરાધના કરવાથી ન માત્ર સંકટ દૂર થાય છે પરંતુ વિદ્યાની પ્રાપ્તિમાં વૃદ્ધિ થાય છે.
કહેવાય છે કે જેના પર ભગવાન ગણેશની કૃપા વરસે છે તેના દરેક કાર્ય પૂર્ણ થાય છે સાથે જ જીવનમાં આવનાર તમામ અવરોધો દૂર થાય છે. એ જ રીતે જો આપ નોકરી-ધંધા, બિમારી, સંતાન કે ઘરના કલેશની સમસ્યાથી પરેશાન છો તો બુધવારના દિવસે ગૌરી પુત્ર શ્રીગણેશ સાથે જોડાયેલ ઉપાય કરવા જોઇએ. આ ઉપાયોથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ આ સરળ ઉપાયો વિશે
લીલા રંગના વસ્ત્ર
બુધવારના દિવસે ગણેશજીની સાથે બુધ ગ્રહ સાથે પણ સંબંધિત માનવામાં આવે છે. બુધવારના દિવસે લીલા રંગના વસ્ત્ર ધારણ કરવા શુભ માનવામાં આવે છે. જો આપનો બુધ નબળો હોય તો આપ હંમેશા પોતાની પાસે લીલા રંગનો રૂમિલા રાખો.
દાન
બુધવારના દિવસે કોઇ મંદિરમાં જઇને લીલા રંગની વસ્તુઓનું દાન કરવું સાથે જ જરૂરિયાત મંદ લોકોને લીલા રંગના વસ્ત્ર, ખાવાપીવાની વસ્તુઓ કે અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવું જોઇએ. માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી આપના જીવનમાંથી બુધગ્રહના દોષ ધીમે ધીમે દૂર થવા લાગશે.
દૂર્વા
ભગવાન ગણેશજીને દૂર્વા ખૂબ જ પ્રિય છે. બુધવારના દિવસે આપે ગણેશ મંદિર જઇને દૂર્વાની 11 કે 21 ગાંઠ ગણપતિ બાપ્પાના ચરણોમાં અર્પણ કરવી. આ ઉપાય કરવાથી આપના જીવનમાં આવી રહેલ દરેક સમસ્યા દૂર થાય છે.
મોદક
કહેવાય છે કે ગણપતિ બાપ્પાને મોદક ખૂબ પ્રિય છે એ જ કારણે તેમની પૂજામાં મોદકનો પ્રસાદ અવશ્ય રાખવો જોઇએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપના જીવનમાં આપને પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય તો બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા દરમ્યાન તેમને મોદકનો ભોગ અવશ્ય લગાવવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)