fbpx
Monday, October 28, 2024

શનિવારે આ ઉપાય કરવાથી શનિદોષ-કુંડળી દોષ દૂર થશે, અને ન્યાય દેવતાની અપાર કૃપા થશે

જ્યોતિષ અનુસાર કુંડળીમાં થતા ફેરફારથી વ્યક્તિના જીવનમાં જે પણ ખુશીઓ આવે છે, તેના પર વિપરીત અસર થાય છે. ગ્રહોમાં થતા ફેરફાર કોઈપણ વ્યક્તિ માટે શુભ અને અશુભ સાબિત થાય છે. શનિ સાથે જોડાયેલ દોષને કષ્ટદાયક માનવામાં આવે છે.

કુંડળીમાં જે શનિદોષ હોય છે, તેના કારણે વ્યક્તિ રાજામાંથી રંક પણ બની શકે છે અને જીવન નર્ક બની જાય છે. કેટલાક ઉપાય કરવાથી શનિદોષ દૂર થાય છે, તે ઉપાય અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિ દાન દક્ષિણા કરવાથી કુંડળી દોષ દૂર થાય છે અને શનિ સાથે જોડાયેલ દોષ દૂર થાય છે. આજના દિવસે કાળા તલ, કાળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
  • જ્યોતિષ અનુસાર રત્ન ધારણ કરવાથી કુંડળી દોષ દૂર થાય છે. જ્યોતિષની સલાહ વગર રત્ન ધારણ કરવાથી અશુભ પરિણામ મળે છે. માનવામાં આવે છે કે, શનિ સાથે જોડાયેલ દોષ દૂર કરવા માટે નીલમ રત્ન ધારણ કરવાથી લાભ થાય છે અને ગ્રહો દોષ દૂર થાય છે.
  • શનિની સાડેસાતી દૂર કરવા માટે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. શનિદોષ દૂર કરવા માટે આજના દિવસે પીપળાના ઝાડ પાસે સરસિયાના તેલનો દીવો કરો અને જળ અર્પણ કરો. ઉપરાંત ઝાડ પાસે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
  • ધાર્મિક માન્યતા અનુસાર મહાદેવની આરાધના કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે. કુંડલીમાં રહેલ દોષ અને શનિની સાડેસાતી દૂર કરવા માટે આજના દિવસે મહામૃત્યુંજયમંત્રનો જાપ કરો. ઘરમાં પૂજા સ્થાને બેસીને 108 વાર આ મંત્રનો જાપ કરો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles