ચાણક્ય સારા રાજનૈતિક નિષ્ણાંતની સાથે સાથે અર્થશાસ્ત્ર, કૂટનીતિ અને સામાજિક વિષયોનું સારું જ્ઞાન પણ ધરાવતા હતા. તેમણે પોતાની નીતિઓથી સમાજ કલ્યાણ બાબતે ઉલ્લેખ પણ કર્યો છે, જેનું પાલન કરીને વ્યક્તિ લાભ પણ મેળવી શકે છે.
આ નીતિમાં કેટલીક એવી બાબતો જણાવવામાં જેનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ કરોડપતિ બની શકે છે. આ નીતિઓ વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
- ચાણક્ય જણાવે છે કે, જેઓ સાચી શ્રદ્ધા અને પૂરા મનથી કામ કરે છે, તેનાથી માઁ લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વિશેષ કૃપા વરસાવે છે. પરિશ્રમ વિના સફળતા મળતી નથી. ચાણક્ય જણાવે છે કે, પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી.
- જીવનમાં સફળતા મેળવવી હોય તો યોજનાબદ્ધ રીતે કામ કરો. ચાણક્ય અનુસાર કોઈપણ કામ શરૂ કરતા પહેલા તેની યોજના બનાવવી જરૂરી છે. આ પ્રકારે કરવાથી કામ સફળ થવાની સંભાવના વધી જાય છે. કામમાં સફળતા મળે તો આર્થિક લાભ પણ થાય છે.
- સફળતા મેળવવા માટે અનુશાસિત જીવન જીવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ચાણક્ય અનુસાર જે લોકોના જીવનમાં અનુશાસન નથી હોતું, તેઓ જીવનમાં ક્યારેય પણ સફળતાના શિખરને આંબી શકતા નથી. માનનામાં આવે છે કે, અન્ય લોકોની સરખામણીએ અનુશાસિત વ્યક્તિ પોતાના લક્ષ્ય માટે એકાગ્ર રહે છે. આ પ્રકારની વ્યક્તિ પર માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ આપે છે.
- ચાણક્ય અનુસાર વ્યક્તિએ પોતાની કમાણીનો હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવો જોઈએ. આ પ્રકારે કરવાથી માતા લક્ષ્મી વિશેષ કૃપા વરસાવે છે અને ધન ભંડાર પણ વધતો રહે છે. ચાણક્ય જણાવે છે કે, જે પણ ધનની કમાણી કરી છે, તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે તો ખરાબ પરિણામ પણ ભોગવવા પડે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)