એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.
એક પણ મુસાફરે તે મહિલાને બેસવા માટે પોતાની સીટ ન આપી,
તેથી ડ્રાઈવરે તેમને આગળ ગિયર પાસે બેસાડ્યા.
થોડી વાર પછી એક ખૂબ જ સુંદર મહિલા બસમાં ચઢી,
તેને જોઈ ઘણા લોકો તેને પોતાની સીટ આપવા તૈયાર થયા
પણ તે બેસવા તૈયાર ન હતી.
થોડીવાર આખું દ્રશ્ય જોયા પછી વૃદ્ધ મહિલાએ તેને કહ્યું,
અરે, બેસી જા ગાંડી,
થોડા વર્ષો પછી તારે ગિયર પાસે જ બેસવું પડશે.
😅😝😂😜🤣🤪
એક બાળક બાજુવાળાના ઘરે ગયો અને ઘંટડી વગાડી,
મહિલાએ દરવાજો ખોલ્યો અને તેને જોઇને પૂછ્યું,
શું થયું દીકરા?
બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.
મહિલાએ હસીને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું,
સારું, બીજું શું કહ્યું તારી મમ્મીએ?
બાળક : મમ્મી કહી રહી હતી કે,
જો તે ડાકણ ના આપે તો સામેવાળી ચુડેલના ઘરેથી લઈ આવજે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)