સાસુ : તને સામો જવાબ આપતા શરમ નથી આવતી,
આજ સંસ્કાર આપ્યા છે તને તારી માં એ?
વહુ : સંસ્કાર?
પણ એ તો તમે ક્યાં માંગ્યા હતા?
લગ્નના 5 દિવસ પહેલા
તમે જે સામાનોની લિસ્ટ મોકલી હતી,
તેમાં સંસ્કાર તો ક્યાંય લખ્યું ન હતું?
તમારી માંગણી પુરી કરવા માટે જયારે
માં એ પોતાના ઘરેણાં અને પપ્પાએ જમીન ગીરવે મૂકી,
તો મેં પણ તેમણે આપેલા સંસ્કાર સાથે મૂકી દીધા.
😅😝😂😜🤣🤪
સાસુ (ગુસ્સામાં) : મેં કેટલી વખત કીધું કે
વહુ તું ચાંદલો લગાવીને બહાર નીકળ.
વહુ : પણ સાસુમાં જીન્સ અને ટોપ પર
ચાંદલો કોણ લગાવે?
સાસુ પણ ઘણી તેજ હતી,
તે તરત જ બોલી,
મેં ક્યાં કહ્યું તું જીન્સ અને ટોપ પર લગાવ,
કપાળ પર લગાવ દીકરા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)