સનાતન ધર્મમાં હસ્તરેખા શાસ્ત્રનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ હાથ જોઇને વ્યક્તિનું ભવિષ્ય જણાવે છે. તેનાથી વ્યક્તિની કારકિર્દી, ધંધો, જીવન, વિવાહ, પ્રેમ, સંતાન, સ્વભાવ અને આયુષ્ય આ દરેક વસ્તુ વિશે જાણી શકાય છે. આપણા હાથમાં કેટલાય પ્રકારની રેખાઓ હોય છે. તેમાંથી પ્રમુખ રેખા છે હૃદય રેખા, મસ્તિષ્ક રેખા અને જીવન રેખા.
પરંતુ શું તમને ખબર છે કે કેટલાક લોકોના હાથમાં અધૂરો ચંદ્ર બનેલો હોય છે ?
બંન્ને હાથને એકબીજા સાથે મેળવવાથી હથેળીમાં અર્ધ ચંદ્ર જોવા મળે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં અર્ધ ચંદ્રનું બનવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આપની હથેળીમાં અર્ધ ચંદ્ર બને છે, તો તમે સમસ્યાના સમયમાં ધીરજથી સમસ્યાનો ઉકેલ નીકાળો છો. તેના કારણે તમે હંમેશા વિજયી બનો છો. તો ચાલો, આ વિશે જ આજે આપને થોડી વધુ માહિતી આપીએ.
હથેળીના અર્ધ ચંદ્રમાં જીવનનું રહસ્ય !
⦁ હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, હથેળીમાં અર્ધ ચંદ્ર બનવો શુભ માનવામાં આવે છે. જો આપની હથેળીમાં અર્ધ ચંદ્ર બને છે તો આપ ખૂબ જ ધૈર્યવાન વ્યક્તિ છો અને તેના કારણે તમને હંમેશા વિજયની પ્રાપ્તિ થાય છે.
⦁ હસ્તરેખાના જાણકારોનું માનીએ તો જે લોકોની હથેળીમાં અર્ધ ચંદ્ર બનેલો હોય છે, તે લોકો બુદ્ધિશાળી હોય છે. સાથે સાથે તેમની યાદશક્તિ પણ ખૂબ જ તેજ હોય છે. આ પ્રકારના લોકો જૂની વાતોને ક્યારેય નથી ભૂલતા. આ પ્રકારના લોકો જીવનમાં ખૂબ પ્રગતિ કરતા હોય છે.
⦁ જે લોકોની હથેળીમાં અર્ધ ચંદ્ર બને છે, એવા લોકો ન માત્ર ઇમાનદાર હોય છે, પરંતુ, તેઓ ઉત્સાહી વ્યક્તિ હોય છે. તે લોકોની વાણી મધુર હોય છે. એટલે એ લોકો દરેક ઉંમરના લોકો સાથે મિત્રતા કરવામાં સફળ રહે છે. તેઓ મિત્રતામાં ખૂબ ઇમાનદાર હોય છે. મુસીબતના સમયમાં મિત્રો પણ તેમનો સાથ આપે છે.
⦁ જ્યોતિષીયોનું માનીએ તો હથેળીમાં રહેલ અર્ધ ચંદ્ર સુખી લગ્ન જીવનનું પ્રતિક માનવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જે લોકોની હથેળીમાં અર્ધ ચંદ્ર હોય છે તેવા લોકોનું વૈવાહિક જીવન સુખમય પસાર થાય છે. સાથે જ તેમનો જીવનસાથી ખૂબ જ સુંદર હોય છે. એ જીવનસાથી તેમને ખૂબ પ્રેમ કરનાર હોય છે. એટલા માટે તેમને મુસીબતના સમયમાં જીવનસાથીનો સાથ સહકાર મળે છે. તે લોકો સ્વભાવે મધુરભાષી હોય છે અને પોતાની વાતોથી લોકોના દિલ પર રાજ કરતા હોય છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)