ઘણી વખત વ્યક્તિને સુતી વખતે નકારાત્મક ઊર્જા પરેશાન કરે છે એટલે કે કઇ ગમે નહીં, ખરાબ વિચારો કે સપના આવતા હોય તો વાસ્તુ શાસ્ત્રમાં એક નુસ્ખો છે. જેના દ્વારા તમે આ સમસ્યાથી નિવારણ મેળવી શકો છો.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, સુતી વખતે માથા પાસે તાંબાના લોટામાં જળ ભરીને રાખવુ જોઇએ, ત્યાર બાદ સવારે તે જળ ઝાડ-છોડમાં અર્પિત કરવુ જોઇએ.
વાસ્તુ અનુસાર, આમ કરવાથી માણસને ક્યારેય ખરાબ સપના આવતા નથી. જેનાથી તેની ઊંઘ સારી આવે છે. આમ કરવાથી ચંદ્ર દોષથી પણ મુક્તિ મળે છે. મનમાંથી ઘભરાહટ અને બેચેની દૂર ભાગી જાય છે.
વાસ્તુ અનુસાર, જો કોઇ 43 દિવસ સુધી સતત સુતી વખતે તાંબાના લોટના જળને માથા પાસે રાખે તો ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
વાસ્તુ અનુસાર, આમ કરવાથી સમાજમાં માન-સન્માન વધે છે, તે સાથે ઘરમાં આનંદનો માહોલ રહે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ, તાંબાના લોટા ઉપરાંત સુતી વખતે તમારા માથા પાસે અમુક સકારાત્મક વસ્તુઓ રાખવી જોઇએ.
વાસ્તુ અનુસાર, આ વસ્તુઓમાં લસણ, વરીયાળી, નાની ઇલાયચી, ચપ્પુ વગેરે સામેલ છે. વાસ્તુ મુજબ, લસણને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં વરીયાળીની પાસે રાખવાથી રાહુ દોષથી પણ છુટકારો મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)