fbpx
Tuesday, December 24, 2024

મંગળ અને શનિનો સંયોગ બનાવશે અશુભ ‘ષડષ્ટક યોગ’, આ રાશિના જાતકોએ રહેવું સાવધાન

10 મે મંગળના ગોચરના દિવસે મંગળ અને શનિ ષડાષ્ટક યોગ બનાવશે જે 30 જૂન સુધી રહેશે.

આ યોગ 30 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. આ ષડાષ્ટક યોગ કેટલીક રાશિઓ પર દુષ્પ્રભાવ પાડશે. 10મેના રોજ શનિ પોતાની ત્રિકોણ રાશિ કુંભમાં હશે અને ત્યાંજ મંગળ પોતાની નીચી રાશિ કર્કમાં ભ્રમણ કરશે. મંગળ ગુસ્સો અને હિંસાનો કારક છે. શનિ દુઃખ, દારિદ્રતાનો કારક છે. આઓ જાણીએ છે શનિ અને મંગળની યુતિથી બની રહેલ ષડાષ્ટક યોગ કઈ રાશિઓ માટે અશુભ સાબિત થશે.

જ્યોતિષમાં ષડાષ્ટકને ખૂબ જ અશુભ યોગ માનવામાં આવે છે. જ્યારે પણ કુંડળીમાં બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય ત્યારે ષડાષ્ટક યોગ બને છે. આ યોગમાં ગ્રહો વચ્ચે છઠ્ઠા અને આઠમા ભાવનો સંબંધ બને છે. જેના કારણે લોકોને દુ:ખ, રોગ, દેવું, ચિંતા, દુર્ભાગ્ય અને કષ્ટોનો સામનો કરવો પડે છે. આ વખતે શનિ અને મંગળ દ્વારા બનેલો ષડાષ્ટક યોગ ચાર રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે.

કર્ક રાશિવાળા લોકોએ ષડાષ્ટક યોગથી સાવધાન રહેવાની જરૂર પડશે, જે શનિ અને મંગળના સંયોગથી બનવા જઈ રહ્યો છે. આ યુતિ કર્ક રાશિના ત્રીજા ઘરમાં થવા જઈ રહી છે. મિલકતના મામલામાં કેટલાક વિવાદો જોવા મળી શકે છે. પૈસાના રોકાણમાં તમારે સાવધાન રહેવું પડશે. રોકાણનું યોગ્ય પરિણામ નહીં મળે. મતભેદનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે.

સિંહ રાશિને મંગળ યોગ કારક માનવામાં આવે છે. શનિ અને મંગળના સંયોગથી બનવા જઈ રહેલો ષડાષ્ટક યોગ સિંહ રાશિના લોકોના જીવનમાં તણાવ અને સમસ્યાઓ લાવી શકે છે. કાર્યસ્થળ પર તમારે સાવધાનીથી કામ કરવાની જરૂર છે. ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. નાના ભાઈ-બહેનોને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેમને તેમના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ છે. મંગળના ગોચર પર જે ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે તે કુંભ રાશિના લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. તમે સ્વભાવથી વધુ આક્રમક થઇ શકો છો. તમને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની સલાહ છે. વિવાહિત જીવનમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય જીવન પ્રત્યે સાવધાન રહો, વાહન ચલાવતી વખતે અકસ્માત થવાની સંભાવના છે, સાવચેત રહો.

મંગળનું આ ગોચર ધન રાશિના લોકોના આઠમા ઘરમાં થવાનું છે. આ સમય દરમિયાન તમારે કેટલીક નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય રીતે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તમે માનસિક રીતે પરેશાન રહી શકો છો. તમારા કામમાં સંતુલન જાળવો. જીવનસાથી સાથે કેટલાક મતભેદ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું જોઈએ કારણ કે તેનાથી નફો મળવાની શક્યતા ઓછી છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles