દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ રહેતા હોય છે જેના કારણે ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દરેક સમસ્યામાં મનુષ્યના ગ્રહ નક્ષત્રો મહત્વની ભૂમિકા ભજવે છે. કોઇ ગ્રહ જો શુભ ભાવમાં બિરાજમાન હોય તો અનેક પ્રકારની સુખ-સુવિધાઓ અને ખુશીઓથી એ વ્યક્તિનું જીવન ભરાઈ જાય છે.
એ જ રીતે જો તેનાથી વિપરીત કોઇ ગ્રહ અશુભ ભાવમાં બિરાજમાન હોય તો વ્યક્તિને રાજામાંથી રંક બનતા વાર નથી લાગતી. ત્યારે, આજે અમે આપને કુંડળીના એવાં 5 ખતરનાક દોષ વિશે જણાવવામાં માંગીએ છીએ કે જે વ્યક્તિના જીવનમાં ઉથલ-પાથલ મચાવી દે છે. તો, આવો તે દોષોના લક્ષણો વિશે માહિતી મેળવીએ અને તેમાંથી બહાર નીકળવાનો એક મહા ઉપાય પણ જાણીએ.
કાલસર્પ દોષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે, તે જાતકોએ જીવનમાં ખૂબ જ વધુ સંઘર્ષ કરવો પડે છે. કાલસર્પ દોષના કારણે વ્યક્તિના કાર્યો પણ બગડે છે ! રાહુ અને કેતુના સાથે આવવાથી કાલસર્પ દોષ સર્જાતો હોય છે.
મંગળદોષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોની કુંડળીમાં મંગળદોષ હોય છે તેવા લોકોના સંબંધો કોઈ કારણ વિના જ વધુ તણાવયુક્ત બને છે. તો, લગ્ન માટે પણ મંગળદોષ અશુભ માનવામાં આવે છે.
કેન્દ્રાધિપતિ દોષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોની કુંડળીમાં કેન્દ્રાધિપતિ દોષ હોય છે, તેવા જાતકો તેમની કારકિર્દી અને નોકરીમાં અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરતા હોય છે. ગુરુ ગ્રહ અને બુધ ગ્રહના કારણે આ દોષનું સર્જન થતું હોય છે.
પિતૃદોષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઇ જાતકના પૂર્વજ તેમનાથી નારાજ હોય છે, ત્યારે પિતૃદોષ ઉત્પન્ન થાય છે અને તેણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોઇ જાતકની કુંડળીમાં રાહુ કે કેતુની સાથે સૂર્યનું સંયોજન થાય છે, ત્યારે પિતૃદોષનું પણ સર્જન થાય છે !
ગુરુ ચાંડાલ દોષ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ચાંડાલ દોષથી મનુષ્યને કેટલાય પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ દોષના કારણે વ્યક્તિની પાચનક્રિયાને અસર થાય છે સાથે જ નકામા ખર્ચામાં તેના નાણાંનો વ્યય થાય છે.
5 મહાદોષને હરશે 1 સરળ ઉપાય
આ પ્રકારના પાંચ મહાદોષના નિવારણ માટે જ્યોતિષશાસ્ત્રમાં એક મહા ઉપાય દર્શાવવામાં આવ્યો છે. આ મહા ઉપાય અત્યંત સરળ છે. આ માટે નિર્મલ ભાવે અને ભક્તિમય થઈને શિવજીની પૂજા કરવાની છે. અને તે સાથે જ 11 વખત “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાનો છે. અલબત્, આ કાર્ય નિયમિતપણે કરવાનું છે. તેનાથી જાતકને ચોક્કસપણે વિધ વિધ પ્રકારના મહાદોષમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)