fbpx
Friday, December 27, 2024

સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરો, થશે અનેક ફાયદા

સનાતન ધર્મમાં ઘણા એવા નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું પાલન અથવા તો સૂર્યોદય અથવા સૂર્યાસ્તના સમયે કરવું ઘણું જરૂરી છે.

આ નિયમોનું પાલનથી મનુષ્યના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીનું આગમન થાય છે. આ જ ક્રમમાં વડીલો પાસે સાંભળ્યું જ હશે કે રાત્રીના સમયે દીવો પ્રગટાવવો જોઈએ. સંધ્યાકાળમાં દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરના મુખ્ય દ્વાર પર નિયમિતપણે સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે. તે ઘરના સભ્યોની કુંડળીમાં હાજર રાહુની અશુભ અસર ઓછી થઈ શકે છે. ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર વધે છે.

પ્રચલિત માન્યતાઓ અનુસાર જે ઘરમાં નિયમિતપણે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ નથી થતો. સકારાત્મક ઉર્જા વધે છે અને ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવે છે.

કહેવાય છે કે જે ઘરમાં નિયમિત રીતે મુખ્ય દરવાજા પર દીવા પ્રગટાવવામાં આવે છે ત્યાં ગરીબી નથી આવતી. સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને વ્યક્તિને રોગ અને દુઃખમાંથી મુક્તિ મળે છે.

વૈજ્ઞાનિકો અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર નિયમિત દીવો પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે. ત્યાં કોઈ હાનિકારક જંતુઓ અને જીવાત આવતા નથી.

ધાર્મિક ગ્રંથો અનુસાર ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ હંમેશા દીવો રાખવો શુભ માનવામાં આવે છે. આ દીવો તમે ઘી કે તેલથી પ્રગટાવી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles