હિંદુ શાસ્ત્ર અને માન્યતા અનુસાર કલ્યુગમાં પણ ભક્તોની રક્ષા કરવા માટે હનુમાનજીની ઉપસ્થિતિ છે. માન્યતા અનુસાર મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ તથા બજરંગ બાણના પાઠ કરવાથી તમામ મુશ્કેલીઓથી છુટકારો મળે છે.
કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારના દિવસે શનિદેવની પૂજા પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવે તો તમામ રોગ અને દોષ દૂર થાય છે. પાઠ કરતા સમયે કોઈપણ પ્રકારની ભૂલ ના કરવી જોઈએ. જાણો હનુમાન ચાલીસાના પાઠ તથા બજરંગ બાણના પાઠ કરવાના નિયમ.
બજરંગ બાણના પાઠ કરવા દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
- મંગળવાર અને શનિવારના દિવસે બજરંગ બાણના પાઠ કરવા જોઈએ. ભૂલથી પણ અન્ય દિવસો દરમિયાન આ પાઠ ના કરવા જોઈએ. મંગળવારથી આ પાઠની શરૂઆત કરવી જોઈએ.
- બજરંગ બાણના પાઠ કરતા પહેલા હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવા જોઈએ.
- 41 દિવસો સુધી સતત આ બજરંગ બાણના પાઠ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પાઠ અધૂરા ના મુકવા જોઈએ.
- બજરંગ બાણના પાઠ કરવા દરમિયાન વસ્ત્રનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાઠ કરતા સમયે લાલ રંગના કપડા પહેરવા અને બ્રહ્મચર્યનું પાલન કરવું.
બજરંગ બાણ પાઠ વિધિ
- બજરંગ બાણ પાઠના કરવા માટે મંગળવારે રાત્રે 11થી 1 વાગ્યા સુધીનો સમય સુનિશ્ચિત કરી લેવો જોઈએ.
- સૌથી પહેલા પૂર્વ દિશામાં એક ચોકી સ્થાપિત કરો. ચોકી પર એક પીળુ કપડું પાથરી દો અને ‘ऊं हं हनुमते नमः’ મંત્રનો જાપ કરો.
- ચોકીની ડાબી બાજુ ઘીનો દીવો કરો અને આસન ગ્રહણ કરીને પાંચ વાર બજરંગ બાણ પાઠ કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)