શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. ધાર્મિક ગ્રંથોમાં શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય જણાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ સાચા મનથી શનિદેવની પૂજા કરીને પ્રસન્ન કરે તે વ્યક્તિને જીવનમાં અનેક શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
અહીંયા અમે તમને શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ.
શનિદેવની પૂજા વિધિ
- શનિવારના દિવસે વ્રત કરવા માટે 1 દિવસ પહેલાથી માંસ અને મદિરા તથા તામસી ભોજનનું સેવન ના કરવું જોઈએ.
- શનિવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરી લો અને શનિદેવ સમક્ષ પૂજા અને વ્રતનો સંકલ્પ લો. ત્યાર પછી પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો અને શનિદેવનું ધ્યાન ધરીને સાત પરિક્રમા ફરો. આ દરમિયાન પીપળાના ઝાડ પર કાચા સૂતરાઉનો દોરો લપેટવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે.
- શનિવારના દિવસે વ્રત કરવામાં આવે તો મન, વચન અને કર્મથી પવિત્ર હોવું ખૂબ જ જરૂરી છે. શનિદેવની કથા સાંભળવાથી વિશેષ લાભ થાય છે. શનિવારના દિવસે સાંજના સમયે શનિદેવની આરતી જરૂરથી કરવાની રહેશે.
- શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો, તો લોખંડથી બનેલ શનિદેવની પ્રતિમાની પૂજા કરવી જોઈએ. શનિવારના દિવસે શનિદેવને કાળા તલ, સરસિયાનું તેલ, કાળા વસ્ત્ર અર્પણ કરવા. આ તમામ વસ્તુઓ શનિદેવની પ્રિય વસ્તુ હોવાનું માનવામાં આવે છે. શનિવારના દિવસે ધાબળાનું દાન કરવાથી લાભકારી સાબિત થાય છે.
- શનિવારના દિવસે શનિ મંત્ર અને શનિ સ્તોત્રનો જાપ કરવાથી શનિની પીડાથી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે સ્નાનના પાણીમાં એક ચપટી લાલ ચંદન મિશ્ર કરીને સ્નાન કરવાનું જોઈએ, જે લાભકારી માનવામાં આવે છે.
- શનિવારના વ્રત દરમિયાન ફળાહારનું સેવન કરી શકાય છે. શનિવારે વ્રત કર્યા પછી બીજા દિવસે શનિદેવની પૂજા પછી જ વ્રતના પારણા કરવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)