સનાતન ધર્મમાં શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત છે. જ્યોતિષ સાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ ખૂબ જ જલ્દીથી નારાજ થાય છે. જો તમે શનિદેવને નારાજ કરવા માંગતા ન હોવ તો અમુક બાબતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. શનિવારે અમુક કામ કરવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ કોપાયમાન થાય છે.
જેથી શનિવારના દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ ના કરવી.
આ વસ્તુ ભૂલથી પણ ના ખરીદશો
શનિવારના દિવસે સરસિયાનું તેલ ના ખરીદવું જોઈએ. માનવામાં આવે છે કે, તેની ખરીદી કરવાથી શરીર બિમારીઓનું ઘર બની જાય છે. લોખંડનો સામાન પણ ખરીદવો ના જોઈએ. માનવામાં આવે છે કે, શનિવારે અડદની દાળ ખરીદવાથી શનિદેવ નારાજ થાય છે. શનિવારના દિવસે કાજળ, મીઠું, કોલસો અને કાળા કપડા ખરીદવા ના જોઈએ.
શનિવારના દિવસે આ કામ ના કરવા જોઈએ
ભગવાન શનિદેવને શનિવાર ખૂબ જ પ્રિય હોય છે. તમે શનિદેવને નારાજ કરવા માંગતા ન હોવ તો શનિવારના દિવસે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. શનિવારે વાળ ના કાપવા જોઈએ, નખ ના કાપવા જોઈએ. તેમજ વાળ પણ ના ધોવા જોઈએ.
આ વસ્તુઓનું કરો દાન
શનિવારના દિવસે માંસ મદિરાનું સેવન ના કરવું જોઈએ. તેનું સેવન કરવાથી તે ઘાતક સાબિત થઈ શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી શનિદેવ નારાજ થાય છે. જાતકને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
શનિવારના દિવસે શું કરવું જોઈએ?
- શનિવારે રાઈના તેલમાં દીપ પ્રગટાવવો જોઈએ. જેની સાથે એક વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ દીવો પ્રતિમાની સામે નહી પરંતુ, તેમની શિલા સામે રાખવો જોઇએ.
- ઘરની આજુબાજુમાં જો શનિદેવનું મંદિર ના હોય તો પીપળાના ઝાડ પાસે દીવો કરવો જોઇએ. સવારે વહેલા ઉઠીને તાજું દૂધ પણ અર્પણ કરી શકાય છે.
- શનિવારના દિવસે ગરીબને રાઈના તેલનું દાન કરવું જોઇએ, જેનાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
- શનિવારના દિવસે કાળી અડદની દાળ અથવા કોઈ કાળી વસ્તુ શનિદેવને અર્પણ કરવી જોઈએ.
- હવે શનિ ચાલીસાનું પાઠ કરવા જોઇએ અને અંતમાં શનિ મંત્રનો જાપ કરવો જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)