મોટાભાગના લોકોને રવિવારે રજા હોય છે, આ કારણોસર તેઓ રવિવારે શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. શું તમને ખબર છે કે, રવિવારના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં ગરીબી આવી શકે છે. હિંદુ ધર્મ અનુસાર રવિવારનો દિવસ સૂર્ય દેવતાને સમર્પિત છે. માનવામાં આવે છે કે સૂર્યદેવની કૃપા મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરવાથી પણ લાભ થાય છે.
સૂર્ય દેવની પૂજા કરવાથી જીવનશક્તિ, માનસિક શાંતિ, ઉર્જા અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય દોષ હોય તો તે માટે સૂર્ય દેવતાની ઉપાસના કરો અને કેટલીક વસ્તુઓની ખરીદી બિલ્કુલ પણ ન કરવી જોઈએ.
રવિવારના દિવસે આ વસ્તુઓની ખરીદી ન કરવી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રવિવારે લોખંડની ખરીદીને અશુભ માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી જીવનમાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
ગાર્ડનિંગનો સામાન ન ખરીદવો જોઈએ
રવિવારના દિવસે ઘર બનાવવાની વસ્તુઓ તથા ગાર્ડનિંગનો સામાન ન ખરીદવો જોઈએ. આ વસ્તુઓની ખરીદી કરવાથી સૂર્ય દોષનો સામનો કરવો પડી શકે છે.
લોખંડની વસ્તુ ન ખરીદવી
રવિવારના દિવસે લોખંડની વસ્તુઓ તથા વાહનની ખરીદી ન કરવી જોઈએ. રવિવારે લોખંડની ખરીદીને અશુભ માનવામાં આવે છે. લોખંડની ખરીદી કરવાથી આર્થિક નુકસાન થાય છે અને માઁ લક્ષ્મી નારાજ થાય છે.
લાલ રંગની વસ્તુઓ ખરીદો
માનવામાં આવે છે કે, રવિવારના દિવસે લાલ રંગની વસ્તુઓ જેમ કે, વોલેટ, કાતર, ઘઉંની ખરીદીને શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, રવિવારે આ તમામ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
વાહનની એસેસરીઝ ખરીદવી અશુભ
ગાડીઓનો સામાન તથા કોઈપણ વાહનના સામાનની ખરીદીને અશુભ માનવામાં આવે છે.
માંસ અને દારૂનું સેવન ન કરવું
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રવિવારના દિવસે માંસ તથા દારૂનું સેવન ન કરવું જોઈએ. માનવામાં આવે છે કે, આ દિવસે શનિ સાથે સંબંધિત વસ્તુઓનું સેવન બિલ્કુલ પણ ન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)