આજે ઘણા દિવસો પછી જૂની પ્રેમિકા
સાથે વાત થઈ, તેણીએ પૂછ્યું : કેમ છો?
મેં કહ્યું : આંખમાં કંઈક ખૂંચે છે,
દિલમાં બળતરા થાય છે,
શ્વાસ પણ અટકી અટકીને લેવાય છે,
અને દરેક તરફ બસ ધુમાડો જ ધુમાડો છે.
તેણીએ પૂછ્યું : હજી સુધી પ્રેમમાં છો?
મેં કહ્યું : ના રે.. દિલ્લીમાં આવ્યો છું.
😅😝😂😜🤣🤪
125 વર્ષના એક દાદાજી મૃત્યુ પછી
સ્વર્ગમાં પહોંચ્યા.
સ્વર્ગમાં સુંદર અપ્સરાઓને નૃત્ય કરતી
જોઈને દાદાજી જોર જોરથી રડવા લાગ્યા.
ચિત્રગુપ્તે પૂછ્યું : શું થયું તમને?
દાદાજી : હું પેલા બાબા રામદેવના
ચક્કરમાં નહિ પડતે
તો ક્યારનો અહીં પહોંચી ગયો હોત.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)