શુભ પ્રસંગ હોય કે કોઇ અશુભ ઘટના, હિંદુ ધર્મમાં દરેક માટે અલગ અલગ નિયમો અને રીવાજ છે. જેને ખૂબ મહત્વ આપવામાં આવે છે. બાળકના જન્મથી લઈને વ્યક્તિના મૃત્યુ સુધી વ્યક્તિ જીવનભર વિવિધ ધાર્મિક વિધિઓ કરે છે. હિંદુ ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તે વ્યક્તિના અંતિમ સંસ્કારને લઈને કેટલાક નિયમો છે.
આ વિધિઓ અંગે એવી માન્યતા છે કે અવસાન બાદ આત્માને મુક્તિ મળી જાય છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેની આત્મા પૃથ્વી પર ભટકતી રહે છે. તેવી જ રીતે અંતિમ સંસ્કાર વખતે માથું મુંડાવવાનો નિયમ છે. તો ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે.
મૃતકને સન્માન આપવા માટે
વ્યક્તિના મૃત્યુ પછી પરિવારના સભ્યો મૃતક પ્રત્યે આદર અને સન્માન દર્શાવવા માટે માથાનું મુંડન કરાવે છે. કહેવાય છે કે વાળ વગર સુંદરતા નથી હોતી.
બેક્ટેરિયાથી બચવા માટે
જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેના મૃત્યુ પછી તરત જ તેનું શરીર સડવા લાગે છે અને તેમાં હાનિકારક બેક્ટેરિયા વધવા લાગે છે. આ સમય દરમિયાન ઘણી વખત પરિવારના સભ્યો ઘરથી લઈને સ્મશાન સુધી મૃતકના શરીરને સ્પર્શ કરે છે, જેના કારણે તેઓ આ હાનિકારક બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે. આ બેક્ટેરિયા શરીરના અન્ય ભાગની સાથે તેમના વાળમાં પણ રહી જાય છે. સ્નાન કર્યા પછી પણ બેક્ટેરિયા વાળમાં ચોંટી ન રહે તેથી આ વાળને દૂર કરવામાં આવે છે.
સૂતક પૂર્ણ કરવા માટે
જે રીતે કોઇ બાળકનો જન્મ થાય છે, ત્યારે થોડા દિવસ સુધી તે પરીવારમાં સૂતક કાળ રહે છે. આ સમય દરમિયાન પરીવારના કોઇ પણ લોકો ધાર્મિક કાર્યોમાં સામેલ થઇ શકતા નથી. તે જ રીતે હિંદુ ધર્મમાં માન્યતા છે કે પરીવારમાં કોઇ પણ સભ્યનું મૃત્યુ થાય છે તો પરીવારમાં સૂતક લાગે છે અને આ દરમિયાન પણ ધાર્મિક ક્રિયાઓમાં સામેલ થવાની મનાઇ છે. માથાનું મુંડન કરવાથી સૂતક સંપૂર્ણ ખતમ થઇ જાય છે.
મૃતક સાથે સંપર્ક તોડવા
ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે કોઇ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો તેની આત્મા શરીર છોડવા માટે તૈયાર હોતી નથી. યમરાજને પ્રાર્થના કરીને આ આત્મા યમલોકમાંથી પરત આવે છે અને તેના પરીવારના સભ્યા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. શરીર ન સાથે સંપર્ક ન હોવાથી તે પરીવારજનોના વાળનો સહારો લે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)