fbpx
Friday, November 1, 2024

આર્થિક સદ્ધરતા લાવવા માટે ગરુડ પુરાણના આ નિયમોનું પાલન કરો, જો તમે અવગણશો તો…

સનાતન ધર્મમાં કુલ 18 પુરાણોનો ઉલ્લેખ મળે છે. આમાં ગરુડ પુરાણને ભગવાન વિષ્ણુને સંલગ્ન છે. આ મહાપુરાણમાં ભગવાન વિષ્ણુની તેમના પ્રિય વાહન ગરુડ દેવ સાથેની વાતચીત દર્શાવવામાં આવી છે. જીવનમાં ગરુડ પુરાણમાં જણાવેલ નિયમોનું પાલન કરતાં લોકોને અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને તેમને જીવનમાં સફળતા મળે છે.

ગરુડ પુરાણમાં ધનને લઈને પણ કેટલીક વાતો જણાવવામાં આવી છે. આ કેટલીક એવી ટેવો વિશેનુ વર્ણન છે જે વ્યક્તિને રાજાથી રંક બનાવી દે છે. ગરુડ પુરાણમાં વર્ણવવામાં આવેલી ધન સંબધિંત બાબતો અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

દાન-પુણ્ય

પૈસાની બાબતે ગરુડ પુરાણમાં દાનનો મહિમા સમજવાયો છે. તેમ કહેવાયું છે કે, વ્યક્તિએ પોતાની કમાણીનો થોડો ભાગ દાન- પુણ્ય કરવામાં વાપરવો જોઈએ. આ દાન જરૂરિયાતમંદ અને ગરીબોને કરવું જોઈએ. દાન- પુણ્યના કાર્યો ન કરનાર વ્યક્તિને આર્થિક નુકસાન ભોગવવું પડે છે.

સુખ- સુવિધાઓ

ગરુડ પુરાણ અનુસાર ધનનો સંગ્રહ કરતાં રહેવું પણ હાનિકારક છે. ધન માત્ર એકત્ર ન કરવું જોઈએ પણ તેને ખર્ચ કરતા રહેવું પણ ખૂબ જ જરૂરી છે. ધનનો બિનજરૂરી રીતે સંગ્રહ ન કરવો જોઈએ. વ્યક્તિએ પોતાની અને તેના પરિવારની સુખાકારી માટે ધનનો ખર્ચ કરવો જોઈએ.

સ્ત્રીઓનુ સન્માન

ગરુડ પુરાણ અનુસાર, ક્યારેય પણ સ્ત્રીઓનુ અપમાન કરીને ધન ન મેળવવું જોઈએ. ધન સંપત્તિને દેવી લક્ષ્‍મીનું પ્રતીક માનવામાં આવે છે. મા લક્ષ્‍મીના અપમાનથી ધન જલ્દી સમાપ્ત થઈ જાય છે. જેથી સ્ત્રીનું સન્માન કરવું જોઈએ.

કોઈ સાથે દગો ન કરો

લાલચમાં આવી બીજાની ધન અને સંપત્તિ છીનવી લેવી પણ ગરુડ પુરાણમાં પાપ માનવામાં આવી છે. માતા લક્ષ્‍મી હંમેશા આવા લોકો પર ક્રોધિત રહે છે. આ લોકોને જીવનમાં ક્યારેય સુખ મળતું નથી અને હંમેશા તકલીફોનો સામનો કરવો પડે છે.

વડીલોનુ સન્માન

ગરુડ પુરાણ મુજબ વડીલોનું સન્માન કરનાર સુખી રહે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વડીલો અને માતા-પિતાનો આદર અને સેવા કરવામાં આવે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આવા ઘરમાં માતા લક્ષ્‍મી હંમેશા વાસ કરે છે. તેઓ વ્યક્તિને ધન અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. જે વ્યક્તિ વડીલોનું સન્માન કરે છે તેને ક્યારેય ધનની કમી થતી નથી.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles