fbpx
Monday, January 27, 2025

પૂજાના આસન સાથે જોડાયેલી આ ભૂલ તમને તમારા આરાધ્યથી દૂર લઈ જઈ શકે છે! જાણો, કયા નિયમોનું પાલન કરવું જોઈએ?

પૂજા કરવાથી મન અને આત્મા બંનેને શાંતિ મળે છે. સાથે જ પૂજા આપણને ઇશ્વર સાથે જોડી રાખે છે. કહેવાય છે કે જે ઘરમાં સવાર-સાંજ ઇશ્વરની આરાધના થતી હોય, તે ઘરમાં હંમેશા ખુશીઓ આવતી રહે છે. અલબત્, તેમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતા આસનની ભૂમિકા પણ મહત્વની બને છે !

શું પૂજા દરમિયાન તમે આસન સંબંધિત નિયમોનું પાલન કરો છો કે નહીં ?

પૂજામાં આસનનું મહત્વ

હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કરવાના કેટલાક નિયમો છે. જેનું પાલન કરવું અનિવાર્ય માનવામાં આવે છે. માન્યતા એવી છે કે જો નિયમો અનુસાર પૂજા કરવામાં આવે તો ભગવાનની કૃપા હંમેશા આપના ઉપર બનેલી રહે છે. આ નિયમોમાંથી એક છે આસન પર બેસીને જ પૂજા કરવી. કહે છે કે પૂજા કરતી વખતે ક્યારેય સીધા જમીન પર ન બેસવું જોઇએ ! આપ જો પૂજા સમયે આસનનો ઉપયોગ કર્યા વિના સીધા જ જમીન પર બેસો છો તો તે અશુભ માનવામાં આવે છે. તેના સિવાય દરેક પૂજા માટે અલગ અલગ પ્રકારના આસનનો પ્રયોગ કરવાનો પણ મહિમા છે.

શા માટે આસન જરૂરી ?

પૂજા કરતી વખતે આસન જરૂરી મનાય છે. કહેવાય છે કે પૂજા કરતી વખતે કે મંત્રોચ્ચાર કરતી વખતે ભક્તના શરીરની ઊર્જા વધવા લાગે છે. એવામાં સીધા જ જમીન પર બેસવાથી તે ઊર્જા જમીનમાં જતી રહે છે. જો આપ આસન પર બેસીને પૂજા કરો છો તો તે ઊર્જા આપણાં શરીરમાં અકબંધ રહે છે ! કારણ કે આપના શરીર અને જમીનની વચ્ચે આસન રહેલું હોય છે.

કેવા આસનની કરશો પસંદગી ?

⦁ પૂજા માટે અલગ અલગ આસન બજારમાં આપને સરળતાથી મળી જશે. પરંતુ, ઘરમાં હંમેશા કામળા કે ઊનના આસન પર બેસીને જ પૂજા કરવી જોઇએ. આ રીતે આસન પર બેસીને મંત્રોચ્ચાર કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

⦁ લાલ આસન પર બેસીને માતા લક્ષ્‍મી, પવનપુત્ર હનુમાન અને દેવી દુર્ગાની પૂજા કરવી જોઇએ. કહેવાય છે કે લાલ રંગના આસન પર બેસીને દેવી-દેવતાની પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

⦁ કુશના આસન પર બેસીને મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિનું મન એકાગ્ર રહે છે. તેનાથી વ્યક્તિને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે. એક માન્યતા અનુસાર કુશના આસન પર બેસીને મંત્રજાપ કરવાથી ખૂબ જ ઝડપથી મંત્ર સિદ્ધ થાય છે.

શું રાખશો ખાસ ધ્યાન ?

⦁ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે આસન પર બેસીને આપ પૂજા કે મંત્રનો જાપ કરો છો, તેનો ઉપયોગ બીજા કોઇએ પણ ન કરવો જોઈએ.

⦁ પૂજા પૂર્ણ થયા બાદ આસનને હંમેશા ચોક્કસ અને સ્વચ્છ સ્થાન પર જ રાખવું જોઇએ.

⦁ આસનને હંમેશા સારી રીતે જ ઉપાડવું કે મૂકવું જોઈએ. કારણ કે, ઈશ્વર સાથે તાદામ્ય સાધવામાં તે પણ તમને સહાયરૂપ બની રહ્યું છે.

⦁ યાદ રાખો કે પૂજા પૂર્ણ કર્યા બાદ ક્યારેય પણ આસનને રાખી ન મૂકવું જોઇએ. પરંતુ, આચમનથી થોડું જળ ધરતી પર અર્પિત કરીને ઇશ્વરને પ્રણામ કર્યા બાદ જ આસન ઉપાડવું જોઇએ.

⦁ જે આસન પર બેસીને આપ નિત્ય પૂજા કે મંત્રનો જાપ કરો છો, તેનો ઉપયોગ આપે બીજા કોઈપણ કાર્યમાં ન જ કરવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles