fbpx
Friday, November 1, 2024

વાસ્તુ સંબંધિત ભૂલો સર્જે છે ભયંકર મુશ્કેલી! ઘરના સભ્યો પર વધી જાય છે જીવલેણ રોગનો ખતરો!

લોકો ઘર બનાવતી વખતે હંમેશા એવો પ્રયત્ન કરતા હોય છે, કે તેમનું ઘર સૌથી સુંદર બને. તેના માટે તેની બનાવટ અને સજાવટમાં કેટલીય વસ્તુઓનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખતા હોય છે. દરેક લોકો પોતાનું ઘર ખૂબ જ આકર્ષક બને તેવી ઇચ્છા રાખતા હોય છે. પરંતુ, ઘરની આ સજાવટ કરતાં પણ તેના વાસ્તુનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની જાય છે.

નહીંતર, તે ભયંકર બીમારી પણ લાવી શકે છે !

જ્યારે પણ ઘર બનાવવાનું શરૂ કરીએ ત્યારથી લઈને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ઘરનું વાસ્તુ બરાબર છે કે નહીં! કારણ કે, ઘરના વાસ્તુની અસર તે ઘરમાં રહેનારા સભ્યો પર જીવનભર પડતી રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નકારાત્મક્તા ત્યારે વધે છે, કે જ્યારે તેની બનાવટમાં વાસ્તુનું ધ્યાન રાખવામાં ન આવ્યું હોય. એટલું જ નહીં, ઘણીવાર તો તે જીવલેણ બીમારીનું જોખમ પણ વધારી દે છે !

વાસ્તુદોષ બની શકે જીવલેણ બીમારીનું કારણ !

⦁ જ્યારે પરિવારના સભ્યોમાં નકારાત્મકતા ખૂબ જ વધી જાય, તેમની અંદર પ્રેમ ઓછો થતો જાય, તો આ બધી જ વાસ્તુદોષની નિશાનીઓ મનાય છે. કહે છે કે આ જ બાબતની અસર તે ઘરમાં રહેતા સભ્યોના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે ! ઘણીવાર આ અસર એટલી ભયાનક હોય છે કે ઘરના કોઈ સભ્યને જીવલેણ બીમારી થવાની શક્યતા પણ વર્તાય છે !

⦁ વાસ્તુશાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર ઘરમાં જો ભયંકર વાસ્તુદોષ હોય તો પરિવારના કોઈ સભ્યને કેન્સર જેવી ભયંકર બીમારી સહન કરવાનો પણ વારો આવી શકે છે ! અને આ બીમારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે !

⦁ ઘરમાં આવતી આવી ભયંકર બીમારી માટે બે પ્રકારના વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે. જેમાંથી એક વાસ્તુદોષ ઘરના ઇશાન ખૂણા સંબંધિત હોય છે. અને બીજો દક્ષિણ-પશ્ચિમ દિશા સંબંધિત.

⦁ જો ઘરનો ઇશાન ખૂણો ગોળ, કપાયેલો, દબાયેલો હોય અથવા તો જરૂર કરતાં વધુ મોટો હોય ત્યારે વાસ્તુદોષનું સર્જન થાય છે. ઘરની અન્ય દિશાઓની તુલનાએ જ્યારે ઇશાન ખૂણો ઊંચો હોય, ત્યારે પણ વાસ્તુદોષનું સર્જન થાય છે. અને આ પ્રકારનો વાસ્તુદોષ જીવલેણ બીમારીનું કારણ બને છે.

⦁ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા એટલે કે નૈઋત્ય ખૂણામાં જ્યારે ભયંકર વાસ્તુદોષ હોય છે, ત્યારે તેનાથી શરીરના કોઇ એક ભાગમાં કેન્સર જેવી બીમારીની શક્યતા વધી જાય છે. તે જ રીતે અગ્નિ કોણ અને વાયવ્ય કોણનો વાસ્તુદોષ પણ બીમારીનું કારણ બનતો હોય છે. આ બંને વાસ્તુદોષના કારણે ઘરના કોઇ સભ્યને કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીનો સામનો કરવો પડી શકે છે.

⦁ ગંભીર પ્રકારની બીમારીઓથી બચવા માટે સારવાર અનિવાર્ય છે. પણ, સાથે જ વાસ્તુદોષ સંબંધિત સમસ્યાઓનું નિવારણ ઝડપથી થાય તે પણ એટલું જ જરૂરી બની જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles