fbpx
Tuesday, January 21, 2025

કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે, બસ બુધવારે કરો માત્ર આટલું

બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. બુધ દેવના નામ પરથી આ દિવસને બુધવાર તરીકે ઓળખવામાં આવે છે. કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય ત્યારે કેટલાક ઉપાય કરવાથી જાતકને રાહત થાય છે. કુંડળીમાં બુધ યોગ્ય સ્થાન પર ન હોય તો જાતકોને માનસિક, શારીરિક અને આર્થિક તકલીફોનો ભોગ બનવું પડે છે.

કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે ગણેશજીના આશીર્વાદ ખૂબ જરૂરી છે.

જેથી કેટલાક ઉપાય કરીને ગણેશજીને પ્રસન્ન કરવા આવશ્યક છે. ત્યારે કારકિર્દી અને કારોબારમાં ફાયદો મેળવવા બુધવારે શું કરી શકાય તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

માતા દુર્ગાને પ્રસન્ન કરવા આટલું કરો

બુધવારે દુર્ગા માતાનો સપ્તશતી પાઠ કરવાથી શુભ ફળ મળે છે. આ પાઠ બુધવારે કરવામાં આવે તો એક પાઠ એક લાખ પાઠ જેટલું ફળ આપે છે. આ પાઠ કરવાથી જીવનમાં કોઈપણ પ્રકારની અશુભ બાબતોથી બચી શકાય છે. પરિવારમાં સુખ શાંતિ આવે છે.

કઈ વસ્તુનું દાન કરવું?

હિન્દુ ધર્મમાં દાન કરવાનો મહિમા અપાર છે. ખાસ કરીને બુધવારે મગની લીલી દાળ દાન કરવાથી ગણેશજી અને માતા લક્ષ્‍મીના આશીર્વાદ મળે છે. તેમજ કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત થાય છે. આ દિવસે દાન કરવાની સાથે દાળનું સેવન પણ કરવું જોઈએ. આ ઉપરાંત બુધવારે શિવલિંગ પર પણ મગદાળ અર્પણ કરી શકાય છે

આ પાઠ કરો

બુધવારે વિઘ્નહર્તા ગણેશજીના સ્ત્રોત પાઠ કરવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી આર્થિક સમસ્યાઓમાં રાહત મળે છે. ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં પ્રગતિ થાય છે. ધીમે ધીમે સુખ સમૃદ્ધિ આવે છે. વિઘ્ન દૂર થાય છે. આ દિવસે પાઠ કર્યા બાદ ગણેશજીની આરતી પણ કરવી જોઈએ.

ગણેશજીને આ વસ્તુઓ ચઢાવો

ગણેશજીને દર બુધવારે શમીના પાન અને દુર્વા અર્પણ કરવા જોઈએ. તમે માત્ર દુર્વા પણ અર્પણ કરી શકો છો. આ માટે પહેલા 21 દુર્વાની એક ગાંઠ બનાવો અને આવી 21 ગાંઠને ગણેશજીના મસ્તક પર ચઢાવો. આવું કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને સાંસારિક મનોકામનાઓ પૂરી કરે છે.

ગાયને ઘાસ અને પાલક ખવડાવો

હિન્દુ ધર્મમાં ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. જેથી બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવવું જોઈએ. આવું કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. જાતકોએ ગાયને સતત ત્રણ મહિના સુધી લીલુ ઘાસ અથવા પાલક આપવા જોઈએ. ત્યારબાદ શુભ ફળ મળવાનું શરૂ થાય છે. જીવનમાંથી પડકારો અને મુશ્કેલીઓ દૂર થાય છે.

બુધ મંત્રોનો જાપ કરો

બુધવાર બુધ ગ્રહ માટેનો દિવસ છે. તેથી આ દિવસે બુધનો મંત્રનો 14 વખત જાપ કરવાથી મનની એકાગ્રતા વધે છે. માનસિક તણાવમાં રાહત મળે છે. કુંડળીમાં બુધ મજબૂત થાય છે. કારોબાર અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે.

બીજ મંત્ર : ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः!

ॐ बुं बुधाय नमः અથવા ॐ ऐं श्रीं श्रीं बुधाय नमः!

ॐ ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम:

प्रियंगुकलिकाश्यामं रूपेणाप्रतिमं बुधम। सौम्यं सौम्य गुणोपेतं तं बुधं प्रणमाम्यहम।।

અહીં ઉલ્લેખનીય છે કે બુધવારે બહેન અથવા ભાણીને ભેટ આપવાનું પણ ખૂબ મહત્વ છે. બહેન મોટી હોય તો પહેલા તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. ત્યારબાદ ભેટ આપો. આવું કરવાથી વેપાર અને શિક્ષણમાં પ્રગતિ થાય છે. સંબંધો મજબૂત બને છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles