આવતી કાલે એટલે કે તારીખ 25-05-2023એ ગુરુ-પુષ્ય યોગ રચાવાનો છે. આ યોગ ખરીદી માટે ખૂબ શુભ ગણવામાં આવે છે. આ યોગની સાથે આ દિવસે પ્રક્ષા યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે. આ દિવસે લગ્નને છોડીને દરેક શુભ કાર્ય કરી શકાય છે. પુષ્ય નક્ષત્રને 27 નક્ષત્રોમાં સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
આને નક્ષત્રનો રાજા પણ કહીં શકાય. ગુરુવારના દિવસે આ નક્ષત્ર આવવાથી તેને ગુરુપુષ્ય નક્ષત્ર કહે છે. 25 મેના દિવસે સૂર્યોદયથી સાંજે 5.54 સુધી આ યોગ રહેશે.
ગુરુપુષ્ય યોગમાં આ વસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે
સોનુ
ગુરુ-પુષ્ય નક્ષત્રમાં સૌથી શુભ વસ્તુ ખરીદવી હોય તો પ્રથમ ક્રમાંકે સોનુ આવે છે. સોનાને સુખ-સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. આ યોગના દિવસે ખરીદેલું સોનું તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે.
હળદર
ગુરુ પુષ્ય યોગમાં હળદર ખરીદવી શુભ માનવામાં આવે છે. ગુરુદેવને પીળો રંગ અતિપ્રિય છે અને તે શુભતાનું પ્રતિક પણ છે. આ દિવસે હળદર ખરીદીને તમારું ભાગ્ય ચમકાવી શકો છો.
ચણા
ગુરુ પુષ્ય યોગમાં તમે સુખ-સમૃદ્ધિ માટે ચણા પણ ખરીદી શકો છો. ચણા પણ ગુરુ ગ્રહને અતિપ્રિય છે, આ દિવસે ચણાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
ચાંદીના સિક્કા
આ દિવસે ચાંદીના સિક્કા ખરીદવા અતિશુભ છે, જો તમારી પાસે સોનુ ખરીદવા જેટલુ બજેટ ના હોય તો તમે એકાદ ચાંદીનો સિક્કો ખરીદી શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)