fbpx
Friday, November 1, 2024

ગુરુવારે ભૂલથી પણ ન કરો આ 10 કામ, નહીં તો પસ્તાવો થશે

હિંદૂ ધર્મમાં દરેક દિવસનું ધાર્મિક મહત્વ છે. ગુરૂવારની વાત કરીએ તો આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ગુરૂવારે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરે છે તેમના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. તેની સાથે જ એવા ઘણા કામ છે જેને ભુલથી પણ ગુરૂવારે ન કરવો જોઈએ નહીં તો કિસ્મત સાથ છોડી દે છે.

પરંતુ નાની મોટી ભુલો મોટાભાગે લોકો કરે છે અને દુર્ભાગ્યને આમંત્રણ આપી દે છે. ઘરમાં બરકત નથી થતી અને પૈસાની તંગી થવા લાગે છે. ત્યાં જ એવી કઈ ભુલો છે જેને ગુરૂવારે ન કરવી જોઈએ આવો જાણીએ.

ન ધોવા જોઈએ કપડા
ગુરૂવારના દિવસે કપડા ન ધોવા જોઈએ. સાથે જ ઘરના કપડા ધોબીને પણ ન આપવા જોઈએ. આમ કરવાથી વિષ્ણુ ભગવાન રિસાઈ જાય છે.

ઘરમાં પોતું ન કરવું જોઈએ
ઘરમાં આ દિવસે પોતુ ન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ગુરૂની સ્થિતિ પર ખરાબ અસર પડે છે. માતા લક્ષ્‍મી નારાજ થઈ જાય છે.

મહિલાઓએ ન ધોવા જોઈએ વાળ
મહિલાઓએ ગુરૂવારે વાળ પણ ન ધોવા જોઈએ. જે લોકો ગુરૂવારના દિવસે વાળ ધોવે છે તેમની કુંડળીમાં ગુરૂ કમજોર થઈ જાય છે.

હાથ પગના નખ ન કાપો
ગુરૂવારના દિવસે હાથ પગના નખને પણ ન કાપવા જોઈએ. જે લોકો આ નિયમોને નથી માનતા તેમની હેલ્થ ખરાબ થવા લાગે છે.

વાળ ન કપાવો
ગુરૂવારે વાળ ન કપાવવા જોઈએ કે દાઢી પણ ન કરાવવી જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી સંતાન સુખમાં મુશ્કેલી આવે છે. પૈસાની કમી થવા લાગે છે.

ગુરૂવારે ન ખાઓ કેળા
ગુરૂવારે કેળા ન ખાવા જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ.

ન ખરીદો સાબુ કે પાઉડર
ગુરૂવારે કપડા ધોવાના સર્ફ કે સાબુ ન ખરીદવા જોઈએ. આ વસ્તુઓ ખરીદવાથી નેગેટિવ એનર્જી આવે છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આંખો સાથે સંબંધિત વસ્તુઓ ન ખરીદો
ગુરૂવારે આંખો સાથે સંબંધિત કોઈ પણ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. અને આ દિવસે અણી વાળી વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ. આમ કરવાથી પૈસાની તંગી થવા લાગે છે.

દારૂ કે માસનું ન કરો સેવન
ગુરૂવારના દિવસે ભુલથી પણ દારૂ-માંસ, લસણ અને ડુંગળી જેવા તામસિક પદાર્થોને ન ખાવા જોઈએ. આ વસ્તુઓ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.

દાન કે ઉધાર ન આપો
ગુરૂવારે કોઈ પણ દાન કે પૈસા ઉધાર આપવાથી બચો. આમ કરવાથી માતા લક્ષ્‍મી નારાજ થઈ જાય છે અને સમૃદ્ધિ નથી આવતી.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles