વૈદિક જ્યોતિષના અનુસાર, તમામ ગ્રહ એક નિશ્ચિત સમય માટે રાશિ પરિવર્તન કરે છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવ્યા છે. શનિદેવ તમામ ગ્રહોમાંથી સૌથી વધારે ધીમી ચાલથી ચાલનારા ગ્રહ છે. તેઓ કોઈ એક રાશિમાં લગભગ અઢી વર્ષો સુધી રહે છે. શનિ દેવ હાલ પોતાની સ્વરાશિ કુંભમાં વિરાજમાન છે અને અઢી વર્ષ સુધી આ રાશિમાં રહેશે.
શનિની કુંભ રાશિમાં રહેવાથી શશ મહાપુરૂષ રાજયોગનું નિર્માણ થયું છે. જેનું શુભ ફળ આ 5 રાશિઓને પ્રાપ્ત થશે.
મેષ
શશ મહાપુરૂષ યોગથી મેષ રાશિના જાતકોને શુભ ફળોની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારી વર્ગના લોકોને તગડનો નફો પ્રાપ્ત થશે. સમયનો સદુપયોગ થશે. આવતા અઢી વર્ષનો સમય તમારા માટે દરેક પ્રકારે સારો માનવામાં આવી રહ્યો છે.
વૃષભ
શશ રાજયોગથી વૃષભ રાશિના જાતકોને કરિયરમાં લાભ મળશે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરિયાત જાતકોને નોકરીની ઘણી તકો મળશે. વિદેશ યાત્રા કરવાથી તમારા ખાતામાં સારૂ ધન એકત્રિત થશે સાથે જ તમારો આત્મવિશ્વાસ પણ વધશે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે આ સમય શુભ રહેવાનો છે. આવકમાં વૃદ્ધિના નવા સ્ત્રોત ખુલશે. નોકરિયાતો માટે પ્રમોશન અને વેતન વૃદ્ધિનો લાભ મળી શકે છે. યાત્રાઓ કરવી પડી શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકોને આ રાજયોગનો લાભ મળશે. આ રાજયોગ તેમના માટે કોઈ વરદાનથી કમ નથી. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. ધન લાભની ઘણી તકો મળશે. જે લોકો નોકરી કરી રહ્યા છે, તેમને મોટી સફળતા મળશે. પૈતૃક સંપત્તિના કેસમાં તમે લાભકારી સાબિત થશો.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે શશ રાજયોગ ઘણો લાભકારી સાબિત થવાનો છે. આર્થિક લાભ મળશે. આ સાથે જ શનિની કૃપા દ્રષ્ટિ બની રહેશે. શુભ કૃપા બનવાથી સાડાસાતીની અસર ઓછી પ્રભાવિત રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)