હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર ગણવામાં આવ્યા છે. ઘરે-ઘરે તુલસી વાવીને લોકો તેમની પૂજા કરે છે. તેઓ સકારાત્મકતાનું પ્રતિક છે. તુલસી માતાની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થતાં હોય છે પરંતુ આ જાણવું પણ જરુરી છે કે તુલસીની પૂજા કરતા સમયે કેટલાક નિયમોનું ધ્યાન રાખવામાં આવે, તેમ કરવાથી નુકસાન વેઠવું નથી પડતું.
-રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીને જળ ચઢાવવું નહીં. આ દિવસોમાં તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે. તુલસીમાં જળ ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે, જેના કારણે તેઓ ગુસ્સે થાય છે. આ ઉપરાંત રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા અને તુલસીના છોડને સ્પર્શ ન કરવો.
-સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરો. આ દરમિયાન ન તો જળ ચઢાવો અને ન પૂજા કરો.
-નાહ્યા વગર તુલસીના છોડને ક્યારેય પાણીન ચઢાવો. તુલસીના છોડને ગંદા હાથથી સ્પર્શ કરવાથી અથવા ચંપલ પહેરીને પૂજા કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે.
-તુલસીના છોડના પાન બિનજરૂરી રીતે તોડશો નહીં. આવું કરવાથી દુર્ભાગ્ય આવે છે. તમને જરૂર હોય તેટલા પાંદડા તોડો.
-મહિલાઓએ તુલસીની પૂજા કરતી વખતે પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)