છગન : હું 20 વર્ષની ઉંમરે એવું સમજતો
હતો કે હું દુનિયાને બચાવી લઈશ.
મગન : હવે તો
તમે 30 વર્ષના થઈ ગયા હશો.
તો શું દુનિયા બચાવી લીધી.
છગન : હવે હું માનું છું કે
જો મારા પગારમાંથી હું થોડું બચાવી શકું
તો હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ.
😅😝😂😜🤣🤪

ભિખારીએ ભીખ માંગતા માંગતા એક દુકાન
પર જઈને કહ્યું :
હકીકતમાં હું એક લેખક છું,
હાલમાં જ મારું એક પુસ્તક પ્રકાશિત થયું છે.
દુકાનદાર : શું નામ છે પુસ્તકનું?
ભિખારી : પૈસા કમાવવાના 101 નુસખા.
દુકાનદાર : તો પછી તું ભીખ શા માટે માંગે છે?
ભિખારી : આ પણ એમાંનો જ એક નુસખો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)