હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સપ્તાહમાં દરેક દિવસે કોઈના કોઈ દેવી દેવતાને સમર્પિત છે. એ જ રીતે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસોમાં વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજાથી એમની કૃપા પ્રાપ્ત થાય છે. એનાથી ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
શુક્રવારે વ્રતનું ઘણું મહત્વ હોય છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા અને અર્ચના કરવાથી દરેક મનોકામના પુરી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે લોકોએ કેટલાક કામ કરવાથી બચવું જોઈએ.
શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કોઈની સાથે પૈસાની લેવડ-દેવડ કરવાથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી પૈસા ઉધાર લેવાથી અથવા આપવાથી ક્રોધિત થાય છે. જેના કારણે ધનની હાનિ થાય છે. એટલા માટે શુક્રવારે ઉધારની લેવડદેવડ ન કરો.
હિંદુ ધર્મની માન્યતા અનુસાર શુક્રવારે કોઈને ખાંડ ન આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શુક્ર ગ્રહ નબળો પડી જાય છે. તેનાથી આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઓછી થાય છે. શુક્ર ગ્રહ નબળો હોય તો સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.
શુક્રવારે માંસાહારી અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે સંપૂર્ણ સાત્વિક ભોજન કરવું શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો શુક્રવારે ઘરમાં સાત્વિક ભોજન ખાવાની ટેવ પાડો. શુક્રવારે માંસ અને દારૂનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે. જેના કારણે ઘરમાં ઝઘડો થવા લાગે છે.
કોઈએ ક્યારેય ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સારું માનવામાં આવતું નથી. શુક્રવારના દિવસે ભૂલથી પણ કોઈની સાથે ઝઘડો કે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. ઘરમાં સુખ અને સંપત્તિનો નાશ થાય છે.
મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે ઘરમાં સ્વચ્છતા રાખો. જેથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)