તમે ઘણી વાર જોયું હશે કે ઘરના વડીલો બેસતી વખતે પગ હલાવવાની ના પાડે છે. પગ હલાવવાની આ આદતને માત્ર વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ યોગ્ય માનવામાં આવતી નથી.
આ આદતને આજે જ સુધારી લો, નહીં તો જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કેમ છે પગ હલાવવાનું નુકસાન
પગ હલાવવાની આ આદતથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ઉપરાંત, આ આદત કુંડળીમાં ચંદ્રની સ્થિતિને બગાડી શકે છે, જેના કારણે જીવન પર અશુભ અસર પડે છે. આ આદતને કારણે જીવનમાં કોઈ પણ કારણ વગર ટેન્શન રહે છે અને કોઈ પણ વસ્તુમાં શાંતિ મળતી નથી. તેની સાથે ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે, જેના કારણે બિનજરૂરી દોડધામ થાય છે.
આ સમયે બિલકુલ પગ ના હલાવવા
પૂજાના સમયે જો કોઈ વ્યક્તિ પોતાના પગને હલાવ્યા કરે છે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. આમ કરવાથી દેવતાઓ નારાજ થાય છે. આ આદતને કારણે વ્યક્તિના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે. પરિવારમાં બિનજરૂરી મતભેદ અને ક્લેશ થાય છે. તો આજે જ આ આદત છોડવાનો પ્રયત્ન કરો.
જમતી વખતે પગ હલાવવાથી થાય છે નુકસાન
જમતી વખતે પગ બિલકુલ ન હલવવા જોઈએ. આમ કરવાથી અન્નદેવતાનું અપમાન થાય છે. જેના કારણે ઘરમાં પૈસા અને અનાજની અછત થઈ શકે છે. જમતી વખતે પગ હલાવવાથી પરિવારના અન્ય સભ્યો પર પણ નકારાત્મક અસર પડે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ શું છે નુકસાન
વિજ્ઞાને સ્વીકાર્યું છે કે, બેસતી વખતે કે સૂતી વખતે પગને હલાવવાથી અનેક રોગો માણસને ઘેરી લે છે. તેનાથી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. મોટેભાગે આ આદત એવા લોકોમાં જોવા મળે છે જેઓ પૂરતી ઊંઘ લેતા નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)