હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર અઠવાડિયામાં દરેક દિવસ કોઈને કોઈ દેવી કે દેવતાને સમર્પિત હોય છે. આ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવેસે વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
શુક્રવારના વ્રતનું પણ ખૂબ મહત્વ હોય છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા-અર્ચના અને તેમનું વ્રત કરવાથી તેમની દરેક મનોકામનાઓ પુરી થાય છે. પરંતુ શું તમે જાણો છો તે આ દિવસે લોકોના અમુક કામો કરવાથી બચવું જોઈએ.
ઉધારની લેવડ-દેવડ ન કરો
શુક્રવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કોઈની પાસેથી પૈસાની લેવડ-દેવડ ન કરો. માન્યતા છે કે આ દિવસે પૈસા ઉધાર લેવા કે આપવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે. જેના કારણે ધન-સંપદાની હાની થાય છે. માટે શુક્રવારે ઉધારની લેવડ-દેવડ ન કરો.
કોઈને ખાંડ ન આપો
હિંદુ ધર્મની માન્યતા અનુસાર શુક્રવારે કોઈને પણ ખાંડ ન આપવી જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી શુક્ર ગ્રહ કમજોર થઈ જાય છે. તેનાથી આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઓછી થઈ જાય છે. શુક્ર ગ્રહ કમજોર થવા પર સુખ સમૃદ્ધિનો નાશ થાય છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
આલ્કોહોલ અને માંસાહાર ન કરો
શુક્રવારે માંસાહાર અને આલ્કોહોલનું સેવન ન કરો. આ દિવસે પૂર્ણ સાત્વિક ભોજન કરવું શુભ માનવામાં આવે છે. જો સંભવ હોય તો એવી આદત રાખો કે શુક્રવારના દિવસે ઘરમાં સાત્વિક ભોજન કરો. શુક્રવારના દિવસે માંસ-મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે. તેનાથી ઘરમાં કલેશ થાય છે.
અપશબ્દ કહેવાથી બચો
કોઈને પણ ક્યારેય પણ અપશબ્દ ન બોલવા જોઈએ. આ યોગ્ય નથી માનવામાં આવતું. શુક્રવારના દિવસે તો ભુલથી પણ કોઈની સાથે લડાઈ ન કરવી કે અપશબ્દ ન બોલવા જોઈએ. એવું કરવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે. ઘરમાં સુખ સંપત્તિ નષ્ટ થઈ જાય છે.
ઘરને સાફ રાખો
માતા લક્ષ્મીને સાફ-સફાઈ ખૂબ જ પસંદ છે. માન્યતા છે કે જે ઘરમાં ગંદકી રહે છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. માટે આ દિવસે સાફ સફાઈ જરૂરી છે. જેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)