fbpx
Wednesday, January 22, 2025

શું તમારા જીવનમાં સમસ્યાઓનો કોઈ અંત નથી! તો આજથી અપનાવો આ 11 ઉપાય અને પછી જુઓ…

શુક્રવારનો દિવસ માઁ લક્ષ્‍મીને સમર્પિત છે. આ દિવસે મહાલક્ષ્‍મીની પૂજા કરવાથી જીવનમાં પૈસા સંબંધિત મુશ્કેલી દૂર થાય છે. અહીંયા અમે તમને માઁ લક્ષ્‍મીના વિશેષ ઉપાય વિશે જાણકારી આપી રહ્યા છીએ.

  • નિરંતર આર્થિક પ્રગતિ થાય તે માટે પીળા કપડામાં હળદરના પાંચ ગાઠિયા અને એક રૂપિયાનો સિક્કોનો બાંધી દો. આ કપડું ઘરના મંદિરમાં રાખો અને ગુરુ તથા ઈષ્ટદેવનું ધ્યાન ધરીને ઘીનો દીવો કરો. દીવો કરતા સમયે બંધ થઈ જાય તો આ પીળુ કપડું તિજોરીમાં મુકી દો.
  • મહત્ત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો તો, માથા પર કેસરનો તિલક કરો. કેસર ના હોય તો હળદરનો તિલક પણ કરી શકો છો.
  • કોઈ પરિવારના સભ્યની તબિયત સારી ના હોય તો બેસનની મિઠાઈ બનાવો અને તે ભગવાનને ધરાવો. બાકી રહેલ પ્રસાદ બાળકોને વહેંચી દો અને જે વ્યક્તિની તબિયત ખરાબ હોય તો તેને પણ પ્રસાદ ખવડાવો.
  • જીવનમાં સમૃદ્ધિ મેળવવા માંગો છો, તો આજના દિવસે આંખ બંધ કરીને વિકંકતના ઝાડનું ધ્યાન ધરો અને પ્રણામ કરો તથા પાંચ વાર વિકંકતના ઝાડનું નામ લો. હવે ઝાડ પર પાણી અર્પણ કરો અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.
  • મકાન બનાવડાવવા અથવા સુધારો કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરો. ભગવાન વિશ્વકર્માના ફોટો અથવા મૂર્તિની વિધિ પૂર્વક પૂજા તથા ધૂપ દીવા કરો.
  • જીવનસાથી પ્રગતિ થાય તે માટે આજના દિવસે ખેડૂતને કોઈ પાક અથવા શાકભાજીના બીજનું પેકેટ દાન કરવું જોઈએ. તમે કોઈ ખેડૂતની પસંદગીની જાણકારી પણ મેળવી શકો છો.
  • જીવનસાથીના જીવનમાં નાણાંકીય પરેશાની હોય અથવા બિઝનેસ આગળ નથી વધી રહ્યો તો આજના દિવસે માઁ લક્ષ્‍મીને ઘીનો દીવો કરો તથા વિધિ પૂર્વક પૂજા કરો. પૂજા સમયે માઁ લક્ષ્‍મીની સામે પીળા રંગની બે કોડીઓ રાખો. પૂજા પૂર્ણ થયા પછી આ કોડીઓ સફેદ કાપડમાં બાંધીને ઓફિસની તિજોરી અથવા કેશબોક્સમાં મુકી દો.
  • દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા આજના દિવસે સ્નાન ધ્યાન કર્યા પછી માઁ લક્ષ્‍મીની મૂર્તિ સામે આસન ગ્રહણ કરો અને શુક્રના મંત્ર ‘ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:’નો જાપ કરો.
  • જીવનમાં નામ કમાવા માટે આજના દિવસે બે સુગંધિત અત્તરની શીશી ખરીદો અને માઁ લક્ષ્‍મીને અર્પણ કરો. બીજી શીશી માઁ લક્ષ્‍મીના ચરણોમાં લગાવીને ઘરે લઈ જાવ અને નિયમિતરૂપે તેનો ઉપયોગ કરો.
  • વિશેષ કામમાં સિદ્ધિ મેળવવા અને બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ કરવા આજના દિવસે માઁ લક્ષ્‍મી સ્તોત્રની પંક્તિઓના ‘सिद्धि बुद्धि प्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनि । मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोऽस्तुते’ પાઠ કરો.
  • જો તમે દુશ્મનથી અથવા પરેશાનીથી છુટકારો મેળવવા માંગો છો, તો આજના દિવસે માઁ લક્ષ્‍મીની પંક્તિઓ ‘ सर्वज्ञे सर्ववरदे सर्व दुष्ट भयङ्करि। सर्व दुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते॥’નો જાપ કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles