સનાતન ધર્મને માનતા દરેક વ્યક્તિના ઘરમાં તુલસીનો છોડો હોય જ છે. તુલસી ઔષધીય ગુણો ધરાવવાની સાથે સાથે તેનાથી જ્યોતિષી ઉપાયથી સમસ્યાઓથી છુટકારો પણ મળી શકાય છે. તમે હજુ સુધી તુલસીના છોડ અને તુલસીના પાનના માધ્યાનથી થતા જ્યોતિષ ઉપાય વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને તુલસીના લાકડાના ચમત્કારી ગુણો વિશે જણાવીશું.
દૂર થશે નકારાત્મકતા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીની લાકડીનો ઉપયોગ નહાવાના પાણીમાં કરવાથી નકારાત્મકતા દૂર થઈ શકે છે. તેના માટે તમારા નહાવાના પણામાં તુલસીના લાકડાનો થોડો ટુકડો નાખો અને તે પાણીથી સ્નાન કરો.
દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પોતાના નહાવાના પાણીમાં તુલસીની લાકડી નાખીને સ્નાન કરો છો તો તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તેના ઉપરાંત તમારા જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓથી પણ છુટકારો મળશે.
માનસિક શાંતિ માટે
જો કોઈ વ્યક્તિ ગમેતે રીતે સ્ટ્રેસમાં છે અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માંગે છે તો તે વ્યક્તિને પોતાના નહાવાના પાણીમાં તુલસીની લાકડી નાખવી જોઈએ. આ ઉપાયથી માનસિક શાંતિ મળવાની સાથે જ સ્ટ્રેસ પણ દૂર થશે.
આ વિધિથી કરો ઉપયોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીની લાકડીથી સ્નાન કરવા માટે ન્હાવાના પાણીમાં તુલસીની લાકડી થોડી વાર મુકી રાખો અને ત્યાર બાદ તેને નિકાળીને સાફ જગ્યા પર મુકી દો. હવે આ પાણીથી સ્નાન કરો. ધ્યાન રાખો કે તુલસીની લાકડીને ભુલથી પણ બાથરૂમમાં ના મુકી રાખો.
આ દિવસે કરો ઉપાય
તુલસીની લાકડીના આ ઉપાય તમે કોઈ પણ અમાસ પર કરી શકો છો. અમાસના દિવસે આ ઉપાયોને કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે. તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે પોતાના જીવનમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી નહીં થાય.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)