શિવલિંગ આપણે જળ અને બિલીપત્ર ચડાવીએ છીએ. પરંતુ તે ઉપરાંત પણ ઘણી વસ્તુઓ શિવલિંગને અર્પિત કરવામાં આવે છે. શિવજીના ઘણા પ્રકારના દ્રવ્યોથી અભિષેક કરવામાં આવે છે. તમામ પ્રકારના અભિષેકનું અલગ-અલગ ફળ આપવામાં આવ્યું છે. શિવ પુરાણ અનુસાર કોઇ દ્રવ્યથી અભિષેક કરવાથી શું ફળ મળે છે, ચાલો તમને જણાવીએ.
જળમાં લીમડાના પાન નાંખીને અભિષેક કરવાથી રોગોથી મુક્તિ મળે છે. જળથી અભિષેક કરવા પર દુ:ખોથી છૂટકારો મળે છે. દહીંથી અભિષેક કરવા પર પશુ, ભવન તથા વાહનની પ્રાપ્તિ થાય છે. શેરડીના રસથી અભિષેક કરવા પર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
મધ યુક્ત જળથી અભિષેક કરવા પર ધનવૃદ્ધિ થાય છે. તીર્થ જળથી અભિષેક કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે. અત્તર મિશ્રિત જળથી અભિષેક કરવાથી રોગ નષ્ટ થાય છે. દૂધથી અભિષેક કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. પ્રમેહ રોગથી શાંતિ તથા મનોકામનાઓ પૂર્ણ થાય છે.
સરસિયાના તેલથી અભિષેક કરવાથી રોગ નિષ્ટ થાય છે. દૂધથી અભિષેક કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. પ્રમેહ રોગની શાંતિ તથા મનોકામનાઓ પૂર્ણ થાય છે. સરસિયાના તેલથી અભિષેક કરવાથી રોગ તથા શત્રુઓનો નાશ થાય છે. શુદ્ધ મધથી રુદ્રાભિષેક કરવાથી પાપ ક્ષય થાય છે.
કેટલાંક વિશેષ દ્રવ્યોથી પણ શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે. શિવલિંગ પર કાચા ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. તલ અર્પણ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે.
શિવલિંગ પર જવ અર્પણ કરવાથી લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ દૂર થાય છે. શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી સુયોગ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે.
એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી પરિવારના કોઈ સભ્યનો તાવ ઓછો થાય છે. શિવલિંગ પર દૂધમાં સાકર મિક્ષ કરીને ચઢાવવાથી બાળકોનું મગજ તેજ બને છે.
શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી તમામ સાંસારિક સુખો પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર ગંગા જળ અર્પિત કરવાથી ભૌતિક સુખોની સાથે વ્યક્તિને મોક્ષ પણ મળે છે. શિવલિંગ પર મધ ચઢાવવાથી ટીબી કે ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે.
ગાયના દૂધમાંથી બનાવેલું શુદ્ધ દેશી ઘી શિવલિંગ પર ચઢાવવાથી શારીરિક નબળાઈમાં રાહત મળે છે. શિવલિંગ પર શમીના ઝાડના પાન ચઢાવવાથી દરેક પ્રકારના દુ:ખમાંથી મુક્તિ મળે છે.એવું માનવામાં આવે છે કે આ બધા અભિષેક જો સોમવાર, શિવરાત્રી કે શ્રાવણ મહિનામાં નિયમિત રીતે કરવામાં આવે તો વધુ લાભ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)